Not Set/ PM નરેન્દ્ર મોદીએ દુબઇ એકસ્પો પર શું કહ્યું જાણો

એક્સ્પો 2020 ની મુખ્ય થીમ કનેક્ટિંગ માઇન્ડ્સ, ભવિષ્યનું સર્જન છે. ભારતના પ્રયાસોમાં તેની ભાવના પણ પ્રતિબિંબિત થાય છે

Top Stories
NARENDRA MODI PM નરેન્દ્ર મોદીએ દુબઇ એકસ્પો પર શું કહ્યું જાણો

દુબઈ એક્સ્પો 2020 આજથી યુએઈમાં શરૂ થયો છે. આ સાથે અહીં ઇન્ડિયા પેવેલિયન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. દુબઈ એક્સ્પો 2020 માં ભારતીય પેવેલિયનના ઉદ્ઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે તે ભારત-યુએઈની વધતી મિત્રતાનું પ્રતીક છે. ભારત અને યુએઈ સામાન્ય હિતો ધરાવે છે.પીએમ મોદીએ કહ્યું કે ભારતનો પેવેલિયન સૌથી મોટા પેવેલિયનમાં શામેલ છે. આજે ભારત તકોનો દેશ છે.કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે દુબઈમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું.