Not Set/ અફઘાનિસ્તાનની મહિલા ફુટબોલ ટીમની પૂર્વ કેપ્ટનએ શું કહ્યું જાણો ..

અફઘાનિસ્તાનની મહિલા ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટને ખેલાડીઓને સોશિયલ મીડિયા પરથી તસવીરોને ડીલીટ કરી નાખવા અને જીવ બચાવવા માટે…

Sports
ફુટબોલ

ફુટબોલ: અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજાથી મહિલાઓ સૌથી વધુ ચિંતિત અને ભયભીત છે. 1996 થી 2001 વચ્ચે તાલિબાન શાસનની ક્રૂરતાનો ભોગ બનેલી અફઘાન મહિલાઓ જાણે છે કે આગામી દિવસો તેમના માટે ફરી એટલા જ ભયાનક બનવાના છે. આ જ કારણ છે કે અફઘાનિસ્તાનની મહિલા ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટને ખેલાડીઓને સોશિયલ મીડિયા પરથી તસવીરોને ડીલીટ કરી નાખવા અને જીવ બચાવવા માટે  કીટને સળગાવવી નાંખવાનું કહ્યું છે.

આ પણ વાંચો મદ્રાસ હાઇકોર્ટ / કેન્દ્રએ તામિલનાડુના સાંસદને હિન્દીમાં જવાબ આપતાં તે કોર્ટમાં પહોચ્યા,જાણો શું થયું

કોપનહેગનમાં રહેલી ખાલિદા પોપલે બુધવારે એક વીડિયો ઇન્ટરવ્યુમાં રોઇટર્સને જણાવ્યું હતું કે મહિલા ફૂટબોલરો ભવિષ્ય વિશે ડરે છે કારણ કે આતંકવાદીઓએ તેમના જૂના શાસન હેઠળ મહિલાઓની હત્યા, બળાત્કાર અને પથ્થરમારો કર્યો હતા. અફઘાન મહિલા ફૂટબોલ લીગના સહ-સ્થાપકએ કહ્યું કે તેણે હંમેશા યુવતીઓને પ્રોત્સાહિત કરી છે અને મજબૂત બહાર આવવા માટે પ્રેરિત કર્યા છે, પરંતુ હવે તેનાથી અલગ સંદેશ આપ્યો છે.

અફઘાનિસ્તાન / તાલિબાને શરિયા કાયદો લાગુ કર્યો, જાણો કેટલો ખતરનાક છે આ કાયદો

ખાલિદાએ કહ્યું, “આજે હું તેમને તેમની સુરક્ષા બદલ તેમના નામ બદલવા, તેમની ઓળખ દૂર કરવા અને તસ્વીરો ડીલીટ કરી  નાખવા માટે કહી રહી  છું. હું તેમને રાષ્ટ્રીય ટીમની જર્સીથી નામ હટાવી નાખવા અથવા સળગાવવા માટે કહી રહી  છું. મારા માટે તે ખૂબ જ દુ:ખદ છે .અફઘાનિસ્તાનની ફુટબોલ ટીમનું ભાવિ ખુબ ઉજજવળ હતું પરતું હવે બધું  અંધકારમય છે.

ખાલિદાએ અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે કહ્યું કે મહિલા ખેલાડીઓમાં ઘણો ડર અને ચિંતા છે. એવું કોઈ નથી કે જેની પાસેથી રક્ષણ કે મદદ માંગી શકીએ  તેમને ડર છે કે કોઈ પણ સમયે કોઈ દરવાજો ખટખટાવશે અને અનિચ્છનીય ઘટના બનશે ,ઉલ્લેખનીય છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. તાલિબાનોનો આતંક સમગ્ર દેશમાં ફેલાઇ ગયો છે.