Panchmahal/ કાલોલમાં ઈનોક્ષ કંપની દ્વારા ખાસ વૃદ્ધો માટે નિ:શુલ્ક મોબાઈલ હેલ્થ યુનિટનું કરાયું લોકાર્પણ

કાલોલ શહેરમાં બોરૂ રોડ પર આવેલી ઈનોક્ષ સીવીએ કંપની અને કાલોલ તાલુકાના કાતોલ ગામ સ્થિત દીપક ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી શુક્રવારે મોબાઈલ હેલ્થ યુનિટનું ઉદઘાટન કર્યુ હતું.

Gujarat Others
PICTURE 4 164 કાલોલમાં ઈનોક્ષ કંપની દ્વારા ખાસ વૃદ્ધો માટે નિ:શુલ્ક મોબાઈલ હેલ્થ યુનિટનું કરાયું લોકાર્પણ

કાલોલ શહેરમાં બોરૂ રોડ પર આવેલી ઈનોક્ષ સીવીએ કંપની અને કાલોલ તાલુકાના કાતોલ ગામ સ્થિત દીપક ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી શુક્રવારે મોબાઈલ હેલ્થ યુનિટનું ઉદઘાટન કર્યુ હતું.

આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં કંપનીના સી.ઓ.ઓ., એચ.આર.મેનેજર સહિત દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ સહિત મોબાઈલ હેલ્થ યુનિટ ટીમના સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે કંપની દ્વારા આ મોબાઈલ હેલ્થ યુનિટ ખાસ કરીને વૃદ્ધો અને સિનિયર સિટીઝનોની નિ:શુલ્ક સેવા આપવાના હેતુથી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જે અંગે વૃદ્ધોને તેમની ઢળતી ઉંમરે હેલ્થ અને મેડિકલ સેવા મેળવવા માટે અત્યારે હોસ્પિટલોમાં કતારોમાં ઉભું રહેવું પડે છે. જેથી કંપની અને દીપક ફાઉન્ડેશને વૃદ્ધોની દયનીય હાલતને ધ્યાનમાં રાખી સ્ટાન્ડર્ડ અને એન્જિનિયર્ડ ક્રેઓજેનિક ઉપકરણોની મદદથી ગામડાઓમાં મોબાઈલ યુનિટ દ્વારા નિ:શુલ્ક સેવા આપવાનો નિર્ધાર કર્યો હતો.

જે મોબાઈલ હેલ્થ યુનિટ માટે કુશળ કર્મચારીઓથી સજ્જ બનાવી ‘હૂંફાળો સ્પર્શ’ (હીલિંગ ટચ)ની થીમ મુજબ ગામડાઓમાં ફાળવણી કરવામાં આવેલા દિવસમાં જે તે ગામના વૃદ્ધોને ઘેર બેઠા આવશ્યક દવાઓ અને ભાવનાત્મક સહાય પૂરી પાડશે તેવું જણાવ્યું હતું. જે મુજબ શુક્રવારે પહેલા દિવસે કાતોલ ગામના ૨૭ જેટલા વૃદ્ધોને અસરકારક મેડિકલ સેવાઓ આપી આ સેવાયજ્ઞના શ્રીગણેશ કર્યા હતા.

Gujarat: તો શું દંડથી બચવા વાહન પર લગાવવામાં આવ્યો આ કેસરી ખેસ?

Election: દેડિયાપાડા:BTP ના ગઢમાં પાંચ ઉમેદવારો એ પોતાની નોંધાવી દાવેદારી

Political: TMC માંથી છેડો ફાડયા બાદ દિનેશ ત્રિવેદી ભાજપ સાથે મિલાવશે હાથ, ગુજરાત રાજ્યસભાની ચૂંટણી લડે તેવા સંકેત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ