Political/ ધરખમ ફેરફાર, મંત્રીમંડળમાં 24 નવા ચહેરાઓએ લીધા શપથ

રાજ્યમાં નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળશે તે સ્પષ્ટ થઇ જશે. જણાવી દઇએ કે, આજે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધિ થવાની છે.

Gujarat Mantavya Exclusive Others
11 78 ધરખમ ફેરફાર, મંત્રીમંડળમાં 24 નવા ચહેરાઓએ લીધા શપથ

રાજ્યમાં નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળશે તે સ્પષ્ટ થઇ ગયુ છે. જણાવી દઇએ કે, આજે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધિ થઇ ત્યારે નવા મંત્રીમંડળમાં કેટલા કેબિનેટ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યુ છે તે અને અન્ય કયા ધારાસભ્યોને રાજ્યકક્ષાનાં મંત્રી બનાવવામાં આવશે તે હવે સ્પષ્ટ થઇ ગયુ છે.

આ પણ વાંચો – Political / નવુ મંત્રીમંડળ બનાવી ભાજપ લોકોને ગુમરાહ કરી રહ્યુ છેઃ હાર્દિક પટેલ

આપને જણાવી દઇએ કે, ગાંધીનગરમાં હાલમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનાં મંત્રીઓની શપથવિધિ સમારોહ યોજાઈ રહ્યો છે. આ માટે રાજભવનમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ નવી ટીમનાં મંત્રીઓએ મંત્રીપદનાં શપથ લીધા છે. આ વચ્ચે ભૂપેન્દ્ર પટેલ સરકારની પહેલી કેબિનેટ 4.30 કલાકે મળશે તેવુ CMO દ્વારા જાહેરાત કરવામા આવી છે. નવા મંત્રીઓને આજે સાંજે જ ખાતાઓની ફાળવણી થઈ શકે છે. જણાવી દઇએ કે, તમામ મંત્રીઓએ હિન્દૂ ધર્મનો પવિત્ર ગ્રંથ ગીતાને હાથમાં લઈને શપથવિધિ લઈ રહ્યા છે. ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે 10 કેબિનેટ મંત્રીઓને, 05 રાજ્યકક્ષાનાં (સ્વતંત્ર હવાલો) મંત્રીઓ અને 09 રાજ્યકક્ષાનાં મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહ રાજભવનમાં યોજાયો જેમા કોવિડ પ્રોટોકોલનાં પાલન કરવામાં  આવ્યુ હતુ. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલએ રાજ્ય મંત્રીમંડળનાં કેબિનેટ કક્ષાનાં 10 અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા 05 અને રાજ્ય કક્ષાનાં 09 પદનામિત મંત્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલ સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે રાજેન્દ્રભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ વાઘાણી, ઋષિકેશભાઇ પટેલ, પૂર્ણેશકુમાર મોદી, રાઘવજીભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, કિરીટસિંહ રાણા, નરેશભાઇ પટેલ, પ્રદીપભાઇ પરમાર, અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાનાં શપથ લીધા હતા.

આ પણ વાંચો – એશિયાનું સૌથી મોટું ડ્રગરેકેટ /  અફઘાનિસ્તાનથી ગુજરાતમાં હજારો કિલો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ

જ્યારે રાજ્યકક્ષાનાં (સ્વતંત્ર હવાલો) મંત્રી તરીકે હર્ષભાઇ સંઘવી, જગદીશભાઇ પંચાલ, બ્રિજેશભાઇ મેરજા, જીતુભાઇ ચૌધરી, મનીષાબહેન વકીલ એ શપથ ગ્રહણ કર્યા હતા. જ્યારે રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે મુકેશભાઇ પટેલ, નિમીષાબહેન સુથાર, અરવિંદભાઇ રૈયાણી, કુબેરભાઇ ડિંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આર. સી. મકવાણા, વિનોદભાઇ મોરડીયા અને દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતા. આ શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ભાજપાનાં રાષ્ટ્રીય અગ્રણી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય અગ્રણી બી. એલ. સંતોષ, ગુજરાત વિધાનસભાનાં પ્રોટેમ્પ સ્પીકર ડૉ. નીમાબેન આચાર્ય, પૂર્વ મંત્રી દંડક પંકજભાઇ દેસાઈ તેમજ રાજ્ય સરકારનાં વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ, પોલીસ મહાનિદેશક તેમજ ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીનાં અગ્રણીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

આ નેતાઓને મળ્યુ કેબિનેટમાં સ્થાન

  • જીતુ વાઘાણી, ભાવનગર
  • રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા
  • પૂર્ણેશ મોદી, સુરત
  • રાઘવજી પટેલ
  • ઋષિકેશ પટેલ
  • કનુભાઈ દેસાઈ,
  • કિરિટસિંહ રાણા,
  • નરેશ પટેલ,
  • પ્રદીપ પરમાર
  • અર્જુનસિંહ ચોહાણ

આ નેતાઓને મળ્યો સ્વતંત્ર હવાલો (રાજ્યકંક્ષાનાં મંત્રી)

  • હર્ષ સંઘવી
  • જગદીશ પંચાલ
  • બ્રિજેશ મેરજા
  • જીતુ ચૌધરી
  • મનીષા વકીલ

રાજ્યકક્ષાનાં મંત્રી

  • મુકેશ પટેલ
  • નિમિષા સુથાર
  • અરવિંદ રૈયાણી
  • કુબેર ડીંડોર
  • કીર્તિસિંહ વાઘેલા
  • ગજેન્દ્રસિંહ પરમાર
  • રાઘવજી મકવાણા
  • વિનોદ મોરડીયા
  • દેવા માલમ

ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે એટેલે કે ગુરુવારે બપોરે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધીનો સમારોહ યોજાઇ રહ્યો છે. આ મંત્રીમંડળમાં કોણ કેબિનેટમાં અને કાણ રાજ્યકક્ષાનાં મંત્રી હશે તે હવે સ્પષ્ટ થઇ ગયુ છે. દુષ્યંત પટેલ અને જેવી કાકડિયાની આ નવા મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…