IND vs SA/ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જાણો કોનુ પલડુ છે ભારે?

ભારત આજ સુધી આફ્રિકામાં એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સેન્ચુરિયનમાં પોતાનો શાનદાર રેકોર્ડ જાળવી રાખવા માંગશે. યજમાન દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર 26માંથી 21 ટેસ્ટ મેચ જીતી છે.

Sports
IND vs SA

ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આજથી સેન્ચુરિયનનાં સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા સીરીઝમાં લીડ લેવાના ઈરાદા સાથે બોક્સિંગ ડે ટેસ્ટ જીતવા મેદાનમાં ઉતરશે, જેથી તેઓ દક્ષિણ આફ્રિકામાં ઈતિહાસ રચવા તરફ આગળ વધી શકે.

આ પણ વાંચો – અવસાન / 51 વર્ષની ઉંમર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનાર આ ખેલાડીએ લીધો અંતિમ શ્વાસ

આપને જણાવી દઇએ કે, ભારત આજ સુધી આફ્રિકામાં એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી. આ સાથે જ દક્ષિણ આફ્રિકા સેન્ચુરિયનમાં પોતાનો શાનદાર રેકોર્ડ જાળવી રાખવા માંગશે. યજમાન દક્ષિણ આફ્રિકાએ આ મેદાન પર 26માંથી 21 ટેસ્ટ મેચ જીતી છે. દક્ષિણ આફ્રિકા અહીં માત્ર બે વખત હાર્યું છે. ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ખોટ કરશે. જણાવી દઇએ કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રવિવારથી એટલે કે આજથી સેન્ચુરિયનનાં સુપર સ્પોર્ટ્સ પાર્ક મેદાનમાં રમાનારી મેચ સાથે શરૂ થશે. ભારતીય ટીમે વર્ષ 1992માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવાની રાહ જોઈ રહી છે.

ભારતે ત્રણ વર્ષ પહેલા આકરો પડકાર આપ્યો હતો

લગભગ ત્રણ વર્ષ પહેલા, દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસ પર, ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝમાં યજમાન ટીમને સખત ટક્કર આપી હતી, તેમ છતાં તેને સીરીઝમાં 1-2નાં માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાને આ વખતે સીરીઝ જીતની દાવેદાર માનવામાં આવી રહી છે.

ભારત દક્ષિણ આફ્રિકામાં માત્ર 3 ટેસ્ટ જીત્યું છે

29 વર્ષમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દક્ષિણ આફ્રિકાની ધરતી પર 20 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાંથી અડધી એટલે કે 10 મેચમાં ભારતીય ટીમને હારનો સ્વાદ ચાંખવો પડ્યો છે. બાકીની 10 મેચમાંથી ભારતીય ટીમે 3માં જીત મેળવી હતી જ્યારે 7 મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાની ધરતી પર માત્ર 15 ટકા મેચો જ જીતવામાં સફળ રહી છે.

આ પણ વાંચો – Cricket / સૂર્યકુમાર યાદવે ક્રિકેટ મેદાનમાં બતાવ્યું પોતાનુ રૌદ્ર સ્વરૂપ, તોફાની અંદાજમાં ફટકારી બેવડી સદી

બન્ને વચ્ચે કાંટાની ટક્કર રહી છે

બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી કુલ મેચો પર નજર કરીએ તો ખબર પડશે કે બન્ને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા રહી છે. અત્યાર સુધી રમાયેલી કુલ 39 મેચોમાંથી ભારતે 14માં અને દક્ષિણ આફ્રિકાની ટીમે 15માં જીત મેળવી છે. ભારતીય ટીમે ભારતની ધરતી પર પોતાની 14 મેચમાંથી 11માં જીત મેળવી છે.

ઘરે હરાવવું સરળ નથી

બન્ને ટીમો એકંદરે ઘરનાં સિંહ છે. કોઈપણ ટીમ માટે આ બન્નેને તેમના મેદાનમાં હરાવવું આસાન નથી, પરંતુ આ દિવસોમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પરિવર્તનનાં સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ટીમમાં પહેલા જેવા ખેલાડીઓની અછત છે, જેઓ પોતાની મેળે ગમે ત્યારે મેચનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. આવી સ્થિતિમાં વર્તમાન પ્રવાસને ભારતીય ટીમ માટે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સીરીઝ જીતવાની સુવર્ણ તક તરીકે જોવામાં આવી રહી છે.