Not Set/ સત્ય શોધન : શું અમિત શાહ લાગી રહ્યા છે નિત્યાનંદને પગે? જાણો હકીકત

ભારતીય ની અનેક સુરક્ષા એજન્સી બળાત્કાર સહિતનાં વિવિધ ગુના સબબ આરોપી સ્વામી નિત્યાનંદની શોધમાં છે, જે દેશમાંથી ભાગી ગયો હોવાની શંકા છે. આની વચ્ચે એક ફોટો વાઇરલ થઇ રહ્યો છે, ફોટામાં એક માણસને બતાવવામાં આવ્યો છે, ફોટામાં એક વ્યક્તિ કહેવાતા સ્વયંભૂ ગોડમેન(નિત્યાનંદ)નાં પગને સ્પર્શતો જોવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા આ પર ફરતો થઈ રહ્યો […]

Top Stories India
AMIT shah nityananad સત્ય શોધન : શું અમિત શાહ લાગી રહ્યા છે નિત્યાનંદને પગે? જાણો હકીકત

ભારતીય ની અનેક સુરક્ષા એજન્સી બળાત્કાર સહિતનાં વિવિધ ગુના સબબ આરોપી સ્વામી નિત્યાનંદની શોધમાં છે, જે દેશમાંથી ભાગી ગયો હોવાની શંકા છે. આની વચ્ચે એક ફોટો વાઇરલ થઇ રહ્યો છે, ફોટામાં એક માણસને બતાવવામાં આવ્યો છે, ફોટામાં એક વ્યક્તિ કહેવાતા સ્વયંભૂ ગોડમેન(નિત્યાનંદ)નાં પગને સ્પર્શતો જોવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા આ પર ફરતો થઈ રહ્યો છે અથવા કરવામાં આવ્યો છે. આપ જોઇ શકો છો કે,  ફોટોમાં પગે લાગી રહેલા માણસનો ચહેરો સ્પષ્ટ નથી, પરંતુ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નિત્યાનંદના પગને સ્પર્શ કરનાર વ્યક્તિ ગૃહ પ્રધાન અમિત શાહ સિવાય બીજું નથી.

Amit shah touching feet Swami સત્ય શોધન : શું અમિત શાહ લાગી રહ્યા છે નિત્યાનંદને પગે? જાણો હકીકત

આપને જણાવી દઇએ કે આ વાયરલ દાવો તપાસમાં બિલકુલ અસત્ય હોવાનું જાણવા મળ્યું છે. નિત્યાનંદના પગને સ્પર્શ કરતો માણસ, ભારતનાં ગૃહમંત્રી અમિત શાહ નહી બલકે ભારતનાં મોરિશિયસનાં હાઈ કમિશનર, જગદીશ્વર ગોબુરધૂન છે.

ફેસબુક વપરાશકર્તા સુભિર રાજન માવંકલે ‘ડિસેમ્બર 7 ના રોજ આ પોસ્ટ શેર કરી હતી. આ ફાઇલ ફોટો સાથેની પોસ્ટ પહેલાથી જ 239 કરતા વધુ વખત શેર કરવામાં આવી હતી. ભ્રામક પોસ્ટ તદ્દન વાયરલ છે. આ પોસ્ટને ફેસબુક યુઝર ક્રિષ્નાવેલ ટીએસ દ્વારા 2,700 કરતા વધારે વખત શેર કરવામાં આવી હતી. પોસ્ટ સાથેનાં કેપ્શનમાં લખ્યું છે કે, કુખ્યાત નિત્યાનંદનાં ચરણ સ્પર્શ કરતા ભારતનાં ગૃહમંત્રી અમિત શાહ.

Reverse Image Searchની મદદથી જ્યારે આ પોસ્ટમાં પોસ્ટ કરવામાં આવેલા ફોટાની તપાસ કરવામાં આવી તો સમગ્ર હકીકતો બહાર આવી હતી. આ ઓરીજીનલ ફોટો સ્વામી નિત્યાનંદની વેબસાઇટ પરથી જ મળી આવ્યો હતો. વાયરલ ફોટો 9 જુલાઇ, 2017 નો છે, જ્યારે ભારતમાં મોરિશિયસના હાઇ કમિશનર, જગદીશ્વર ગોબુરધૂન, ગુરુ પૂર્ણિમા નિમિત્તે બેંગાલુરુમાં નિત્યાનંદ પીઠમની મુલાકાતે આવ્યા હતા. વેબસાઇટ મુજબ, આ કાર્યક્રમમાં ગોબુરધૂને નિત્યાનંદને મળ્યા અને મોરિશિયસમાં નિત્યાનંદ ગુરુકુલ અને નિત્યાનંદ યુનિવર્સિટી ખોલવા માટે સત્તાવાર કાગળ પર હસ્તાક્ષર કર્યા.

વાયરલ થયેલા ફોટો ઉપરાંત ઘટનાની કેટલીક અન્ય તસવીરો વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે, જેમાં નિત્યાનંદ સાથે ગોબુરધૂનને બતાવવામાં આવ્યા છે. વાયરલ ફોટામાં મોરેશિયસનો રાષ્ટ્રધ્વજ પણ જોઇ શકાય છે.

અમિત શાહ ક્યારેય નિત્યાનંદને મળ્યા હોય તેવા વિશ્વનીય માધ્યમો દ્વાર કે અન્ય કોઇ રીતે અહેવાલો પ્રાપ્ત થઇ શક્યા નથી. આપનને જણાવી દઇએ કે આ એજ નિત્યાનંદ છે, જેની સામે ગયા મહિને, બે યુવતીઓ તેના અમદાવાદ આશ્રમમાંથી ગુમ થયા બાદ ગુજરાત પોલીસે વિવાદિત ગોડમેન સામે એફઆઈઆર નોંધી હતી. ત્યારે પોલીસે દાવો કર્યો હતો કે નિત્યાનંદ દેશ છોડીને ભાગી ગયો છે. નિત્યાનંદ, મૂળ તમિલનાડુનો રહેવાસી છે, કર્ણાટકના તેના આશ્રમમાં પૂર્વ શિષ્યા સાથે બળાત્કાર કરવાનો આરોપી પણ છે. તેના પર બાળકોના અપહરણ અને ગેરકાયદેસર કેદના આરોપો પણ છે .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.