Not Set/ AIIMS ફાયર કેસમાં FIR નોંધાઈ, ફોરેન્સિક ટીમ આજે રિપોર્ટ સુપ્રત કરશે

શનિવારે દેશની પ્રમુખ મેડિકલ સંસ્થા ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં લાગેલી આગથી દરેક લોકો ચોંકી ઉઠ્યા છે. આવી મહત્વની સંસ્થામાં આગ કેવી રીતે લાગી તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી ફોરેન્સિક ટીમ રવિવારે પોલીસને પોતાનો રિપોર્ટ આપશે. દરમિયાન, એઇમ્સ વહીવટીતંત્રે અજાણ્યા લોકો સામે એફઆઈઆર દાખલ કરી […]

Top Stories India
AIIMS ફાયર કેસમાં FIR નોંધાઈ, ફોરેન્સિક ટીમ આજે રિપોર્ટ સુપ્રત કરશે

શનિવારે દેશની પ્રમુખ મેડિકલ સંસ્થા ઑલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ) માં લાગેલી આગથી દરેક લોકો ચોંકી ઉઠ્યા છે. આવી મહત્વની સંસ્થામાં આગ કેવી રીતે લાગી તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ કેસની તપાસ કરી રહેલી ફોરેન્સિક ટીમ રવિવારે પોલીસને પોતાનો રિપોર્ટ આપશે. દરમિયાન, એઇમ્સ વહીવટીતંત્રે અજાણ્યા લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે શોર્ટ સર્કિટને કારણે એઈમ્સના ટીચિંગ પહેલા અને બીજા માળે આગ લાગી હતી, જે પાંચમા માળ સુધી પોહચી હતી. 34 ફાયર એન્જિનની મદદથી આગને મોટા પ્રમાણમાં કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ધુમાડો સતત વધી રહ્યો હતો. બાદમાં એસી કમ્પ્રેસર ફાટવાના કારણે પાંચમા માળે આગ લાગી હતી.

જોકે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સાવચેતીના રૂપે એઈમ્સ ઇમરજન્સી વિભાગ બંધ હતો અને સારી વાત એ છે કે બધા દર્દીઓ સલામત છે.

એઈમ્સ એડમિનિસ્ટ્રેશન અજાણ્યા લોકો સામે IPC 363 અને IPC 436  અનુસાર પોલીસ દ્વારા  કેસની તપાસ કરી રહ્યા છે.

બેદરકારી અંગે કાર્યવાહી કરવામાં આવશે

આ એફઆઇઆર અજાણ્યા લોકો સામે દાખલ કરવામાં આવી છે. ફાયર વિભાગની ફોરેન્સિક ટીમ રવિવારે એઇમ્સમાં લાગેલી આગની જગ્યાનું નિરીક્ષણ કરશે અને દિલ્હી પોલીસને રિપોર્ટ કરશે. તે પછી, કોની બેદરકારીથી ઘટના બની હતી તેનો નિર્ણય લઈને કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી ફાયર સર્વિસના ડિરેક્ટર વિપિન કાંતલે જણાવ્યું હતું કે એઈમ્સના ટીચિંગ બ્લોકમાં ઓપીડી અને ન્યુરોલોજી બ્લોક પણ છે. ઓપીડી બ્લોકમાં ઘણા દર્દીઓ ન હતા, પરંતુ તેને અડીને આવેલા બ્લોકમાંથી 13 દર્દીઓ બચાવવામાં આવ્યા હતા અને 7 દર્દીઓ વેન્ટિલેટર પર હતા જેને પણ ખસેડવામાં આવ્યા હતા. વેન્ટિલેશન શાફ્ટને કારણે આગ અંદરની તરફ ફેલાઈ ગઈ હતી.

શોર્ટ સર્કિટને કારણે આગ લેબમાં ફેલાઇ હતી

ઇમરજન્સી લેબમાં શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ આખી લેબમાં ફેલાઇ હતી. આ વોર્ડ ઇમરજન્સીની નજીક છે, જેના કારણે તાત્કાલિક ઇમરજન્સી વોર્ડ બંધ કરાયો હતો. આ વોર્ડના દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયા હતા.

સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસોમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીને ગંભીર હાલતમાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને આગની જગ્યાથી આશરે 500 મીટર દૂર બીજા બ્લોકમાં દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ, પીએમ મોદી સહિત ઘણા કેન્દ્રીય પ્રધાનો અને અન્ય વીવીઆઈપીની અંહી અવર જવર ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.