Bollywood/ મુંબઈમાં બે ફિલ્મ સેટ પર લાગી આગ, એક વ્યક્તિનું મોત

મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગમાં ઘાયલ 32 વર્ષીય મનીષ દેવાશીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કૂપર હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Entertainment
ફિલ્મ સેટ

મુંબઈના અંધેરી વેસ્ટમાં શુક્રવારે બપોરે પછી બે ફિલ્મ સેટ પર ભીષણ આગ લાગી હતી, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. બીએમસીના એક અધિકારીએ આ જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, સાંજે 4.30 વાગ્યાની આસપાસ લાગેલી આગને પાંચ કલાકની મહેનત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના જનરલ સેક્રેટરી અશોક દુબેએ જણાવ્યું કે આગમાં ફિલ્મના બે સેટ બળી ગયા છે. આમાંથી એક સેટ રાજશ્રી પ્રોડક્શનનો હતો અને બીજો સેટ ડિરેક્ટર લવ રંજનની નવી ફિલ્મનો હતો.

મનીષ દેવાશીનું થયો મોત

મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગમાં ઘાયલ 32 વર્ષીય મનીષ દેવાશીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કૂપર હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ કામચલાઉ પંડાલમાંથી શરૂ થઈ હતી, જ્યાં લાકડાની કેટલીક વસ્તુઓ રાખવામાં આવી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. અશોક દુબેએ આરોપ લગાવ્યો કે આ સેટ લગાવનાર કોન્ટ્રાક્ટર એ જ વ્યક્તિ છે જેણે દોઢ વર્ષ પહેલા બાંગુર નગરમાં ફિલ્મનો સેટ બનાવ્યો હતો, જેમાં આગ લાગી હતી.

લવ રંજનની ફિલ્મમાં રણબીર-શ્રદ્ધા

આપને જણાવી દઈએ કે જે બે ફિલ્મોના શૂટિંગ સેટમાં આગ લાગી હતી, તેમાંથી એક લવ રંજનની ફિલ્મ હતી, જેમાં રણબીર કપૂર અને શ્રદ્ધા લીડ રોલમાં છે. આ લવ રંજન ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. મળતી માહિતી મુજબ અહીં એક ગીતનું શૂટિંગ થવાનું હતું જેના માટે સેટ બનાવવામાં આવી રહ્યો હતો. અહેવાલો અનુસાર, રણબીર અને શ્રદ્ધા આવતા અઠવાડિયે શૂટિંગ શરૂ કરે તેવી અપેક્ષા હતી. આપને જણાવી દઈએ કે લવ રંજન ફિલ્મમાં બોની કપૂર પણ એક્ટર તરીકે જોવા મળશે. આગલા દિવસે ETimes સાથે વાત કરતા બોની કપૂરે આગ લાગવા પાછળના કારણ વિશે કહ્યું, ‘મને ખબર નથી કે શું થયું. અત્યારે અમારી પાસે તેના વિશે કોઈ માહિતી નથી પરંતુ મને લાગે છે કે તે શોર્ટ સર્કિટને કારણે હોઈ શકે છે.

આ પણ વાંચો: ફિલ્મી દુનિયામાંથી આવ્યા વધુ એક ખરાબ સમાચાર, અભિનેતા સરથ ચંદ્રનનું થયું નિધન

આ પણ વાંચો:અભિનેતા રસિક દવેનું નિધન, 65 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

આ પણ વાંચો:દીપિકા પાદુકોણ સાથે રણવીર સિંહે કર્યું રેમ્પ વોક, સ્ટેજ પર એવું કામ કર્યું કે વીડિયો થયો વાયરલ