Bharuch/ કંબોડિયા ગામે તબેલામાં આગ, 17થી વધુ પશુ જીવતા ભુંજાયા

કંબોડિયા ગામે તબેલામાં આગ, 17થી વધુ પશુ જીવતા ભુંજાયા

Top Stories Gujarat
indonesia 17 કંબોડિયા ગામે તબેલામાં આગ, 17થી વધુ પશુ જીવતા ભુંજાયા

@દિનેશ મકવાણા, ભરૂચ 

  • નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે તબેલામાં આગ, 17થી વધુ પશુ જીવતા ભુંજાયા,
  • તબેલામાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા 17  વધુ પશુઓના મોત
  • નેત્રંગ તાલુકા માં ફાયર સ્ટેશન ન હોવાથી આગ પર કાબુ મેળવા ગ્રામજએ કર્યો પ્રયાસ
  • નેત્રંગ તાલુકા માં એક  ફાયર સ્ટેશન ઉભું કરવા લોકોએ અગાઉવ કરી હતી માંગ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે કોઈ કારણોસર મોડી રાત્રિએ આગ ફાટી નીકળી હતી પરંતુ નજીકમાં કોઈ ફાયર સ્ટેશન ન હોવાના કારણે સમગ્ર આગની ઘટનામાં ૧૭થી વધુ પશુઓનું ભડથું થઇ ગયું હતું આગની ઘટનાને પગલે પશુપાલકોને મોટું નુકસાન થવા પામ્યું હતું પરંતુ નેત્રંગમાં વારંવાર ફાયર સ્ટેશન ઉભુ કરવાની માંગ લોકોની રહી છે ત્યારે સરકાર પણ નવું ફાયર સ્ટેશન અંગે કોઈ નિર્ણય લે તે જરૂરી છે.

નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે મોટાભાગે પશુપાલકો વસવાટ કરી રહ્યા છે. પરંતુ નેત્રંગ તાલુકા ને અલગ તાલુકો જાહેર કર્યા બાદ પણ આ તાલુકાઓમાં અનેક સુવિધાઓ કરવામાં આવી નથી જેના કારણે નેત્રંગના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. નેત્રંગના ફાયર સ્ટેશનની સુવિધા કરવા માટે વારંવાર રહી છે પરંતુ આજદિન સુધી નવું ફાયર સ્ટેશન તૈયાર થયું નથી. જેના કારણે ગત રોજ નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે પશુપાલક કરતા પરિવારના તબેલામાં મોડી રાત્રીએ કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. પરંતુ આગ ઉપર કાબુ મેળવવા માટે કોઈ ફાયર સેફ્ટીના સાધનો ન હોય અને ફાયર સ્ટેશન પણ નજીકમાં ન હોવાના કારણે આંખમાં સમગ્ર ઘાસચારો બળી જવા સાથે તબેલા માં રહેલા ૧૭થી વધુ પશુઓ મોતને ભેટયા હતા. અને કેટલાય પશુઓને પશુ પાલકોએ બચાવી લેવા માટે દોટ મૂકી હતી પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ૧૭ ભેંસોનું થઈ ગયુ હતું.

ત્યારે આગામી દિવસોમાં નેત્રંગમાં ફાયર સ્ટેશન ઉભુ કરવામાં નહીં આવે તો પશુપાલકોએ પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ના અભાવે 17 ભેંસો પશુપાલકોએ ગુમાવવાનો વારો આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો