Rajkot News/ રાજકોટમાં આભમાંથી વર્ષી રહી છે આગ

Rajkotમાં છેલ્લા 15 દિવસમાં ગરમીના કારણે 30 જેટલા લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા છે

Gujarat Rajkot
રાજકોટ(Rajkot)માં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.

Rajkot News : રાજકોટમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. શહેરમાં આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.

Rajkot માં ગરમીના કારણે 30 જેટલા લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા

છેલ્લા 15 દિવસમાં ગરમીના કારણે 30 જેટલા લોકો હિટસ્ટ્રોકનો ભોગ બન્યા છે. ઉપરાંત, 25 લોકો તાવમાં સપડાયા છે અને 3 લોકોને બેભાન થવાની ઘટના પણ સામે આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં તાપમાનનો પારો ફરી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકો માટે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે.


આ પણ વાંચો : ગુજરાતના હવામાનમાં મોટો પલટો, ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો : ભીષણ ગરમીમાં શરીરને ઠંડક પહોંચાડશે કાકડીની લસ્સી…પીતાવેંત ગળું તર થઇ જશે!!

આ પણ વાંચો : ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર, તાપમાન 42°C સુધી પહોંચવાની