The burning plane/ મલેશિયા જઈ રહેલા પ્લેનમાં લાગી ભીષણ આગ, 138 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

મલેશિયા જઈ રહેલા વિમાનના એન્જિનમાં ભીષણ આગ ફાટી નીકળી, 138 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા.

Top Stories World Breaking News
YouTube Thumbnail 16 મલેશિયા જઈ રહેલા પ્લેનમાં લાગી ભીષણ આગ, 138 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

મલેશિયા જઈ રહેલા વિમાનના એન્જિનમાં ભીષણ આગ ફાટી નીકળી, 138 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા. જે બાદ હૈદરાબાદ એરપોર્ટ પર પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગુરુવારે લગભગ 1.45 વાગ્યે થયેલા ઈમરજન્સી લેન્ડિંગને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. લેન્ડિંગ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે પ્લેનના એન્જિનમાં જોરદાર આગ લાગી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. પાયલોટે સમજદારી બતાવી \અને ATC અધિકારીઓ પાસેથી ઇમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી અને તાત્કાલિક પગલાં લેતા હૈદરાબાદ એરપોર્ટના અધિકારીઓએ રનવે પર ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ પ્લેન લેન્ડ થતાં જ એન્જિનમાં લાગેલી આગ કાબુમાં અવી હતી.

મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત પ્લેનમાં સવાર તમામ 138 લોકો સુરક્ષિત છે. પ્લેનના એન્જિનને રિપેર કરવાના પ્રયાસો ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મલેશિયા એરલાઇન્સનું MH-199 પ્લેન ગુરુવારે લગભગ 3:30 વાગ્યે ટેકઓફ થયું હતું અને તે મલેશિયાના કુઆલાલંપુરથી લેન્ડ થવાનું હતું, પરંતુ ટેકઓફની 14 મિનિટ પછી પ્લેનના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હતી.

પ્લેનમાં લગભગ 138 લોકો હતા, તેથી પાયલોટે પોતાના જીવને જોખમ જોતા હૈદરાબાદ એરપોર્ટ ઓથોરિટી પાસે રસ્તામાં મદદ માંગી. ATC અધિકારીઓએ તરત જ પાયલટનો સંપર્ક કર્યો અને પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. આ દરમિયાન એરપોર્ટના રનવે પર કોઈપણ પ્રકારના ખતરાનો સામનો કરવા માટે એક ટીમ હાજર હતી. જ્યારે પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે તેના એન્જિનમાંથી તણખા નીકળી રહ્યા હતા, જેનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. તમામ મુસાફરોનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદીઓએ ફરી ટાર્ગેટ કિલિંગને અંજામ આપ્યો,પંજાબના વ્યક્તિનું મોત

આ પણ વાંચો :ઝારખંડના મુખ્યમંત્રી ચંપઇ સોરેને કરી આ મોટી જાહેરાત, પ્રજા માટે કર્યું આ કામ

આ પણ વાંચો :લોકસભા ચૂંટણી સર્વમાં ચોંકાવનારા આંકડા, મહારાષ્ટ્ર અને બંગાળમાં જાણો કઇ પાર્ટી બાજી મારશે