Not Set/ દિલ્હીમાં નહીં વેચી શકાય ફટાકડા,સુપ્રિમ કોર્ટે કર્યો મહત્વનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્લી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે પોતાના મહત્વના નિર્ણયમાં  આદેશ કર્યો છે કે 1 નવેમ્બર,2017 સુધી દિલ્લી-એનસીઆરમાં ફટાકડાનું વેચાણ નહિં થાય. કોર્ટે જણાવ્યુંં હતું કે 12 સપ્ટેમ્બરનો જુનો આદેશ 1 નવેમ્બરે લાગુ થશે. સુપ્રિમ કોર્ટે હાલ પુરતું કોર્ટે ફટાકડા વેચતા કેટલાંક વેપારીઓના લાયસન્સ સ્થગિત કર્યા છે. જો કે સુપ્રિમ કોર્ટે […]

Top Stories India
o SUPREME COURT OF INDIA facebook દિલ્હીમાં નહીં વેચી શકાય ફટાકડા,સુપ્રિમ કોર્ટે કર્યો મહત્વનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્લી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે પોતાના મહત્વના નિર્ણયમાં  આદેશ કર્યો છે કે 1 નવેમ્બર,2017 સુધી દિલ્લી-એનસીઆરમાં ફટાકડાનું વેચાણ નહિં થાય. કોર્ટે જણાવ્યુંં હતું કે 12 સપ્ટેમ્બરનો જુનો આદેશ 1 નવેમ્બરે લાગુ થશે.

સુપ્રિમ કોર્ટે હાલ પુરતું કોર્ટે ફટાકડા વેચતા કેટલાંક વેપારીઓના લાયસન્સ સ્થગિત કર્યા છે.

જો કે સુપ્રિમ કોર્ટે દિવાળીના દિવસોમાં ફટાકડા ફોડવા પર કોઇ પ્રતિબંધ લગાવ્યો નથી.જે લોકોએ પહેલીથી જ ફટાકડા ખરીદીને રાખ્યાં છે તેમને ફોડવા પર કોર્ટે પ્રતિબંધ નથી લગાવ્યો

આ ઉપરાંત કોર્ટે પોતાના નિર્ણયમાંં કહ્યું હતું કે 1 નવેમ્બર બાદ કેટલીક શરતોની સાથે દિલ્લી-એનસીઆરમાં ફટકડાનું વેચાણ કરી શકશે.  સુપ્રીમ કોર્ટે જણાવ્યુંં હતું કે, ફટાકડાનું વેચાણ 1 નવેમ્બર,2017થી ફરી શરૂ થઈ શકશે. આ નિર્ણયને લઈને સુપ્રીમ કોર્ટ જોવા ઈચ્છે છે કે ફટાકડાની પ્રદૂષણ પર કેટલી અસર થાય છે.