Not Set/ રાજકોટમાં 300 KGના સરલાબેનને હોસ્પિટલ પહોચાડવા ફાયરફાઇટર્સની મદદ લેવી પડી

રાજકોટના સરલાબેન નામના મહિલાનું વજન એટલું બધુ વધી ગયુ કે તેમને ફાયર ફાઇટર્સની મદદથી હોસ્પિટલ સુધી પહોચાડાયા. શરીર એટલું બધુ વધી ગયુ હતુ કે તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા. અને પડ્યે પડ્યે તેમના શરીરે સડો થવા લાગ્યો હતો. તેની સાથે તેમને અસશ્ય દર્દ પણ થઇ રહ્યુ હતું. હોસ્પિટલનો તો જવુ હતું. પણ ૩૦૦ […]

Top Stories Gujarat Rajkot Uncategorized
sarlaben રાજકોટમાં 300 KGના સરલાબેનને હોસ્પિટલ પહોચાડવા ફાયરફાઇટર્સની મદદ લેવી પડી

રાજકોટના સરલાબેન નામના મહિલાનું વજન એટલું બધુ વધી ગયુ કે તેમને ફાયર ફાઇટર્સની મદદથી હોસ્પિટલ સુધી પહોચાડાયા. શરીર એટલું બધુ વધી ગયુ હતુ કે તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા. અને પડ્યે પડ્યે તેમના શરીરે સડો થવા લાગ્યો હતો. તેની સાથે તેમને અસશ્ય દર્દ પણ થઇ રહ્યુ હતું. હોસ્પિટલનો તો જવુ હતું. પણ ૩૦૦ કિલોગ્રામ વજનના શરીરને હોસ્પિટલ કેવી રીતે પહોચાડવું.? તેના માટે એક ખાનગી સંસ્થા અને ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી.

sarlaben 2 રાજકોટમાં 300 KGના સરલાબેનને હોસ્પિટલ પહોચાડવા ફાયરફાઇટર્સની મદદ લેવી પડી

300 KG વજનના સરલાબેનની સ્થિતી એટલી ખરાબ હતી કે તેઓ એક જ સ્થાન પર એક જ સ્થિતમાં 15થી 20 દિવસ સુધી પડ્યા રહેતા હતા. રાજકોટની સામાજીક સંસ્થા સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ થતા ફાયરફાઇટર વિભાગે મળીને તેમને રાજકોટ હોસ્પિટલ સુધી પહોચાડ્યા. અને તે પછી તેમની સારવાર કરી શકાઇ.

sarlaben 3 રાજકોટમાં 300 KGના સરલાબેનને હોસ્પિટલ પહોચાડવા ફાયરફાઇટર્સની મદદ લેવી પડી
હોસ્પિટલ લઇ જવા માટે પહેલાં અલગ અલગ આકારની ત્રણ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. પણ તેમાં તેમને લઇ જઇ શકાય તેમ ન હતું. પછી ફાયરફાઇટર ટીમની મદદથી તેમને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા. સરલાબેનને હોસ્પિટલમાં સૌથી પહેલાં નિચે જમીન પર સુવડાવવામાં આવ્યા તે પછી તેમને હોસ્પિટલમાં બેડ મળ્યો.

sarlaben 1 રાજકોટમાં 300 KGના સરલાબેનને હોસ્પિટલ પહોચાડવા ફાયરફાઇટર્સની મદદ લેવી પડી

સરલાબેનનું વજન એટલું વધી ગયુ હતુ કે એક સ્થળ પર પડ્યા પડ્યા તેમના શરીરમાં ઘા થઇ ગયા હતા. સરલાબેનના પતિ કાંતિભાઇ પિત્રોડા દુબઇમાં મજૂરી કરે છે. તેઓ છેલ્લા 10 વર્ષથી ઘરે આવ્યા ન હતા. પણ જ્યારે તેમને તેમની પત્નીની ખબર પડી તો તેમણે NGOની મદદ માંગી. જ્યારે સરલાબેન હોસ્પિટલમાં દાખલ થયા તો કાંતિભાઇ પણ આવી ગયા. તેમનો ૧૩ વર્ષનો દિકરો પણ છે. જે પોતાની માતાની સેવા કરવામાં લાગેલો રહે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યુ કે સરલાબેનને સારવાર કરાવવા માટે અમદાવાદના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તેના માટે પણ સાથી સંસ્થાએ હામી ભરી છે કે સંસ્થા સરલાબેનની મદદ કરશે.