ધમકી/ ‘જો તમને શાંતિથી સૂવું હોય તો …’ – કિમ જોંગ ઉનની બહેનની અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેનને ધમકી

‘જો તમને શાંતિથી સૂવું હોય તો …’ – કિમ જોંગ ઉનની બહેનની અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેનને ધમકી

World Trending
kejrivaal 2 'જો તમને શાંતિથી સૂવું હોય તો ...' - કિમ જોંગ ઉનની બહેનની અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેનને ધમકી

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની પ્રભાવશાળી બહેન કિમ યોંગ-જોંગે અમેરિકાને ધમકી આપી છે. તેમનું કહેવું છે કે અમેરિકાએ એવા પગલા નાં ભરવા જોઈએ કે તેની આગામી ચાર વર્ષની ઊંઘ હરામ થઇ જાય. અહીંના સરકારી અખબારે મંગળવારે તેના વિશે માહિતી આપી છે. હકીકતમાં, મંગળવારથી, નવા રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટના ઉચ્ચ અધિકારીઓ જાપાન અને દક્ષિણ કોરિયા પહોંચી રહ્યા છે.

પેન્ટાગોનના ચીફ અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સોમવારે જાપાન પહોંચ્યા હતા. અહીં તેમનું ધ્યાન ચીન સામેની સૈન્ય એકતા વધારવા અને પરમાણુ શક્તિ ઉત્તર કોરિયા સામે તેમનો મોરચો મજબૂત કરવાનો છે. કિમ જોંગ ઉનના કી સલાહકારોમાં કિમ યો જોંગ છે. જો બિડેન વ્હાઇટ હાઉસ ખાતે પદ સંભાળ્યાના ચાર મહિના પછી આ તેમની પ્રથમ પ્રતિક્રિયા છે. જો કે, તેમણે જો બિડેનને સીધા સંબોધન નથી કર્યું.

યુનાઇટેડ સ્ટેટ્સ અને દક્ષિણ કોરિયાએ ગયા અઠવાડિયે સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી હતી, ત્યારબાદ ઉત્તર કોરિયાના સત્તાવાર અખબારમાં કિમ યો જોંગનું નિવેદન પ્રકાશિત થયું હતું. તેમણે યુ.એસ. ને ધમકી સ્વરૂપ સલાહ આપતા કહ્યું કે “અમારા દેશમાં બારૂદની ફેલાવામાં સંઘર્ષ કરી રહેલા અમેરિકાના નવા પ્રશાસકને મારી સલાહ છે કે જો તમે આગામી ચાર વર્ષ શાંતિની નિંદ્રા માનવા ઈચ્છો તો સારું છે કે, શરૂઆત થી જ એવા કામ ના કરઓ કે તમારે તમારી શાંતિની નિંદ્રા ગુમાવવી પડે

તમને જણાવી દઇએ કે આ પહેલા ટ્રમ્પ વહીવટમાં બંને દેશો વચ્ચેના સંબંધોને સુધારવાનો અવકાશ જોવા મળ્યો હતો. એકબીજા પર હુમલો કરનારા બંને નેતાઓએ ખૂબ જ નાટકીય રીતે એક બીજા તરફ હાથ લંબાવ્ય હતા. અને ઘણી મુલાકાતો કરી હતી. જો કે, આ બેઠકોનું કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. યુનાઇટેડ સ્ટેટ્સ ઉત્તર કોરિયાને ડિન્યુક્લીયરાઈજેશન કરવા માંગે છે. ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયાર કાર્યક્રમના કારણે ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરી રહ્યો છે.