અમદાવાદ/ નારોલમાં મૂર્તિકાર પર ફાયરીંગ,અજાણ્યા નંબરથી 5 લાખ રૂપિયાની કરી હતી માંગ

અમદાવાદના  નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા 55 વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ અગાઉ  ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી

Ahmedabad Gujarat
Untitled 235 નારોલમાં મૂર્તિકાર પર ફાયરીંગ,અજાણ્યા નંબરથી 5 લાખ રૂપિયાની કરી હતી માંગ

  અમદાવાદ માં શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળતું જતું હોઈ તેવું લાગી રહ્યું છે .  શહેરમાં એક પછી એક આવા હત્યાના કેસો વધતા જોવા મળી રહ્યા છે . ત્યારે ગઈ કાલે રાતે જ  શહેરના નારોલ વિસ્તાર માં એક આવો બનાવ બન્યો હતો જેમાં   બાદમાં વસ્ત્રાપુરમાં કરોડોની લૂંટનો  પ્રયાસ ખંડણી માટે મૂર્તિકાર પર ફાયરિંગનો બનાવ  બન્યો હતો . જાણે ગુનેગારોને  પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો :શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનાં મોત મામલે આજે સુનાવણી

 અમદાવાદના  નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા 55 વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ અગાઉ  ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી મળેલી ધમકીને કારણે અનુરૂપ મૂર્તિકારે ફરિયાદ નોંધાવી હતી. મૂર્તિકાર ને હતું કે કોઈ મજાક મસ્તી કરી રહ્યું છે પરંતુ ગઈકાલે  સાંજના 8:30 કલાકે ત્રણ બાઈક સવારો તેમના કારખાને  આવ્યા  તેમાંના એક વ્યક્તિએ બાઈક પર ઉતરીને મૂર્તિકાર પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા

આ ફાયરીંગની આ સમગ્ર ઘટના કારખાનાની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટના ઘટી ત્યારે મૂર્તિકાર સહિત પાંચ લોકો મૂર્તિ બનાવવાનું કામ કરી રહ્યા હતા. મૂર્તિકારને સામાન્ય ઇજા થઇ છે અને તેણે બનાવેલી મૂર્તિ પણ ખંડિત થઈ છે. હાલ નારોલ પોલીસે CCTV ના આધારે તપાસ હાથ ધરી છે