Not Set/ આર્થિક તંગીનો શિકાર થયો આ એક્ટર, દિકરીની School ફી ભરવા પણ નથી પૈસા

વર્ષોથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અભિનેતા જાવેદ હૈદર અને જેણે ઘણી ફિલ્મોમાં સાઇડ રોલ ભજવ્યો છે, તે આજે કોરોનાકાળમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

Top Stories Entertainment
11 528 આર્થિક તંગીનો શિકાર થયો આ એક્ટર, દિકરીની School ફી ભરવા પણ નથી પૈસા

કોરોના મહામારીથી દુનિયામાં આજે એક પણ એવો શખ્સ નહી હોય કે જે પ્રભાવિત ન થયો હોય. પછી ભલે તે બિઝનેસમેન હોય, નોકરી કરનાર હોય, ગરીબ હોય, મધ્યમવર્ગનો હોય કે પછી અબજોપતિ હોય. વળી બોલિવૂડની વાત કરીએ તો આ ઇન્ડસ્ટ્રી પર પણ કોરોનાનું ગ્રહણ જોવા મળ્યુ છે. બોલિવૂડ પર કોરોના વાયરસની ખરાબ અસર પડી રહી છે. ફિલ્મો, સિરીયલોનું શૂટિંગ બંધ થઈ ગયું છે. શૂટિંગ બંધ થવાના કારણે ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે, જ્યારે બોલિવૂડ ફિલ્મની અભિનેતા-અભિનેત્રીઓ કામનાં અભાવે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. કેટલાક લોકોએ મદદ માટે અપીલ કરી છે, જ્યારે કેટલાક મદદ માંગતા નથી. વર્ષોથી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા અભિનેતા જાવેદ હૈદર અને જેણે ઘણી ફિલ્મોમાં સાઇડ રોલ ભજવ્યો છે, તે આજે કોરોનાકાળમાં મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

11 529 આર્થિક તંગીનો શિકાર થયો આ એક્ટર, દિકરીની School ફી ભરવા પણ નથી પૈસા

પોર્નોગ્રાફી કેસ / શર્લિન ચોપરાએ પૂછપરછ પહેલા ખખડાવ્યો કોર્ટનો દરવાજો, શું છે ધરપકડ થવાનો ડર?

ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાવેદ હૈદર મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. જાવેદે જાતે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુ દરમ્યાન તેનો ઉલ્લેખ કર્યો હતો. બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં શરૂઆત કરનાર જાવેદ પાસે હાલમાં કામ નથી. યાદોં કી બારાત, વોટેન્ડ, રાધે, દબંગ જેવી ફિલ્મોમાં કલાકારો સાથે સ્ક્રીન શેર કર્યા પછી પણ જાવેદ આ દિવસોમાં કામ માટે ભટકતો રહે છે. કામનાં અભાવે તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જાવેદ તેની દિકરીની સ્કૂલ ફી પણ ભરવા સક્ષમ નથી. જાવેદ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કામ નહીં મળવાને કારણે આર્થિક સંકટની સ્થિતિ છે. જાવેદની બચત પણ સમાપ્ત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં તેને દિકરીની સ્કૂલ ફી ભરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમ્યાન જાવેદે તેની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી. ત્રણ મહિનાથી દિકરીની સ્કૂલની ફી ચૂકવવામાં આવી ન હોવાના કારણે, તેને શાળાએ ઓનલાઇન વર્ગમાંથી હાંકી કાઠી હતી. તેમણે કહ્યું કે, શાળાએ કેટલીક ફી ને માફ કરી દીધી હતી, પરંતુ હજી પણ દર મહિને આશરે 2500 રૂપિયા ચૂકવવા પડે છે. ત્રણ મહિનાથી ફી નહીં ભરવાનાં કારણે તેમની દિકરીને ઓનલાઇન વર્ગની બહાર કાઠી મૂકવામાં આવી હતી.

11 530 આર્થિક તંગીનો શિકાર થયો આ એક્ટર, દિકરીની School ફી ભરવા પણ નથી પૈસા

અથડામણ / આસામ-મિઝોરમ સરહદ વિવાદે લોહિયાળ વળાંક લીધો, 6 પોલીસકર્મીઓનાં થયા મોત

જાવેદે કહ્યું કે, લોકડાઉનનાં કારણે તે લાંબા સમયથી કામ મેળવી શક્યો નથી. જેના કારણે તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેણે ક્યાંકથી પૈસાની વ્યવસ્થા કરીને સ્કૂલની ફી ચૂકવી દીધી, તે પછી જ દિકરીનાં વર્ગો શરૂ થઈ શક્યા. તેણે કહ્યું કે, મેં ઇન્ડસ્ટ્રીમાં મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. ઘણા લોકોએ કહ્યું કે, મારે તેમની પાસે મદદ માંગવી જોઈએ, પરંતુ હુ તે વિચારીને ન ગયો કે જો તેમણે ના કહી દીધુ અથવા મમને ઇગ્નોર કરી દીધો તો તે તેમને નહી ગમે. વળી મારા મનમાં એક ડર છે કે આ સમયે કામ માટે કરવામાં આવેલા ફોન કોલ્સને તેઓ પૈસા માંગવા માાટે કર્યો હોવાનુ સમજીને ઇગ્નોર ન કરી દે. આ ડરને કારણે, ફિલ્મ સિવાય, હું અન્ય મિત્રોની સહાયથી કામ ચલાઉ છું. જાવેદે કહ્યું કે, તેણે પોતાનું ઘર મોર્ગેજ રાખ્યું છે, પત્નીનાં ઘરેણાં પણ મોર્ગેજ રાખ્યા છે.