ગોળી છૂટી/ રાજકોટ -જામનગર રોડ પર સામાન્ય કારણમાં કરાયું ફાયરીંગ : એક હત્યા ત્રણ ઘાયલ

અજમેર માનતા પુરી કરવા મામલે કુટુંબમાં ઝધડો થયો હતો જેનો ખાર રાખીને પહેલા રેલનગર ખાતે આવેલા ઘરમાં તોડફોડ કરી બાદમાં જામનગર રોડ પર પીછો કરીને જાહેર રસ્તા પર માર મારીને રિક્ષામાં તોડફોડ કરી હતી.

Top Stories Gujarat Others
રાજકોટ

રાજકોટ -જામનગર રોડ નજીક રેલનગર અન્ડરબ્રિજ પાસેના રોડ પર ફાયરિંગ કરી જીએસટી અધિકારીના ડ્રાઇવરની હત્યા કરવામાં આવી છે. આ ફાયરિંગના બનાવમાં અન્ય 3 લોકોને ઇજા થઈ છે. રાજકોટ માં જાણકારી મળતા પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વધુ મળતી વિગત અનુસાર બુધવારેરાત્રે  જામનગર રોડ પર રેલનગર અન્ડરબ્રિજ પાસે ફાયરિંગ થયું હતું. ગોળીઓ ધરબી સુભાષ દેવકરણ દાતી (ગઢવી)ની હત્યા કરાઈ હતી અન્ય ત્રણ લોકો ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગેની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટિમો સહિત અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી. મૃતક સુભાષ ગઢવી જીએસટી કમિશનરના ડ્રાઇવર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ રેલનગરના શિવ દ્રષ્ટિ પાર્કમાં રહે છે. મળતી વિગત અનુસાર અજમેર માનતા પુરી કરવા મામલે કુટુંબમાં ઝધડો થયો હતો જેનો ખાર રાખીને પહેલા રેલનગર ખાતે આવેલા ઘરમાં તોડફોડ કરી બાદમાં જામનગર રોડ પર પીછો કરીને જાહેર રસ્તા પર માર મારીને રિક્ષામાં તોડફોડ કરી હતી. આ દરમિયાન જીએસટી વિભાગના કમિશનરના ડ્રાઇવર સુભાષ દાતી વચ્ચે પડતા બાર બોરના જોટાથી ફાયરિંગ કરતા તેનું મોત નીપજ્યું હતું. હત્યા સમયે કુલ ત્રણથી વધારે લોકો હાજર હતા. પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી. અજીલ ખોખર, આરીફ ખોખર અને અર્શિલ ખોખર સહિતના શખ્સો પર હત્યાનો આક્ષેપ છે. આ અનાગે ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વાય. બી. જાડેજાની ટીમે આરોપીઓને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : ઐશ્વર્યા રાયથી લઈને પ્રિયંકા ચોપરા સુધી, કાન્સમાં મચાવી ધમાલ, રેડ કાર્પેટ પર બોલ્ડ લુક