Not Set/ ભારતમાં થયો લોન્ચ ફિજેટ સ્પિનરવાળો ફોન, જાણો કેવી રીતે ખરીદશો

હોંગકોંગની એક કંપની ચિલી ઈન્ટરનેશનલે હાલમાં જ દુનિયાનો પહેલો ફિજેટ સ્પિનર મોબાઈલ ભારતમાં લોન્ચ કર્યો છે. દેખાવમાં હાલમાં ખુબ જ ફેમસ રમકડાનો ફોન ફિજેટ સ્પિનર જેવો જ દેખાય છે અને તેને તે રીતે હાથમાં ફેરવી પણ શકાય છે. ફોનમાં 32MB રેમ અને આટલી જ મેમોરી આપવામાં આવી છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોનને […]

Top Stories Tech & Auto
inshorts image 1506505650934 987 ભારતમાં થયો લોન્ચ ફિજેટ સ્પિનરવાળો ફોન, જાણો કેવી રીતે ખરીદશો

હોંગકોંગની એક કંપની ચિલી ઈન્ટરનેશનલે હાલમાં જ દુનિયાનો પહેલો ફિજેટ સ્પિનર મોબાઈલ ભારતમાં લોન્ચ કર્યો છે. દેખાવમાં હાલમાં ખુબ જ ફેમસ રમકડાનો ફોન ફિજેટ સ્પિનર જેવો જ દેખાય છે અને તેને તે રીતે હાથમાં ફેરવી પણ શકાય છે.

60857410 ભારતમાં થયો લોન્ચ ફિજેટ સ્પિનરવાળો ફોન, જાણો કેવી રીતે ખરીદશો

ફોનમાં 32MB રેમ અને આટલી જ મેમોરી આપવામાં આવી છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોનને એક સામાન્ય ફિચર્સ ફોનની જેમ વાપરી શકાય છે. ફોનમાં નાની એવી ડિસ્પલે આપવામાં આવી છે.

Fidget Spinner Phone K188 3 ભારતમાં થયો લોન્ચ ફિજેટ સ્પિનરવાળો ફોન, જાણો કેવી રીતે ખરીદશો

આ ફોન સાથે તમે રમી શકો છો, તે ઉપરાંત કોલિંગ અને મેસેજિંગ જેવા સામાન્ય કામ પણ કરી શકો છે. આ ફોન બ્લૂટૂથને સપોર્ટ કરે છે,  ફોનમાં 280mAhની બેટરી આપવામાં આવી છે. આ ફોન MP3ને સપોર્ટ કરે છે પરંતુ આમાં 3.5MM જેક આપવામાં આવ્યું નથી. ફોનનાં નીચેના ભાગમાં માઈક્રો USB ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. જો તમારી પાસે કનેક્ટર છે તો તમે પોતાના ઈયરફોન જોડીને સોંગ સાંભળી શકો છો.

images 12 ભારતમાં થયો લોન્ચ ફિજેટ સ્પિનરવાળો ફોન, જાણો કેવી રીતે ખરીદશો

સપ્ટેમ્બરના અંતથી આ ફોન ભારતીય ઓનલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આને ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવા સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. ભારતમાં આની કિંમત 1200 રૂપિયા રાખવામાં આવી છે. આ ફોન રેડ, પિંક, ગોલ્ડન, બ્લેક અને બ્લુ કલરમાં ઉપલબ્ધ છે.