Not Set/ પ્રથમ ભારતીય વિશ્વ હેરિટેજ સીટી “અમદાવાદ”માં હેરિટેજ ફેસ્ટિવલ

અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલ વર્લ્ડ હેરિટેજ વીક (19થી 25 નવેમ્બર,2019) દરમિયાન ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદમાં  “ધ દૂરબીન”નાં ઉપક્રમે  અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. આ અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલ તારીખ 23મી નવેમ્બર તથા 24મી નવેમ્બરના રોજ અમદાવાદના હાર્દ સમા કોટ વિસ્તારમાં […]

Ahmedabad Gujarat
DOORBIN.JPG1 પ્રથમ ભારતીય વિશ્વ હેરિટેજ સીટી "અમદાવાદ"માં હેરિટેજ ફેસ્ટિવલ

અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલ

વર્લ્ડ હેરિટેજ વીક (19થી 25 નવેમ્બર,2019) દરમિયાન ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સીટી અમદાવાદમાં  “ધ દૂરબીન”નાં ઉપક્રમે  અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ હેરિટેજ ટ્રસ્ટનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે.

આ અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલ તારીખ 23મી નવેમ્બર તથા 24મી નવેમ્બરના રોજ અમદાવાદના હાર્દ સમા કોટ વિસ્તારમાં યોજાશે. આ ફેસ્ટિવલ અંતર્ગત  હેરિટેજ વોક, ભારતીયની વિસરાતી રમતો, હેરિટેજ ટ્રેઝર હન્ટ, ટોક શો, ગુજરાતી રોક ડાયરો જેવા કાર્યક્રમોનું યોજાશે. અમદાવાદ હેરિટેજ ફેસ્ટિવલનો ઉદ્દેશ લોકોને આપણા આ વિશ્વ ઐતિહાસિક વારસાની નજીક લાવી, લોકો સુધી તેની વાતો પહોંચાડવાનો છે.

DOORBIN પ્રથમ ભારતીય વિશ્વ હેરિટેજ સીટી "અમદાવાદ"માં હેરિટેજ ફેસ્ટિવલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.