Not Set/ માછલીનાં ઇંડાંથી વધશે સુંદરતા, દુનિયાની સૌથી મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ

સ્ત્રીઓ પોતાની સુંદરતાને જાળવવા માટે અત્યાર સુધી મરઘીના ઇંડાંનો જ ઉપયોગ કરતી હતી, પરંતુ તમનેજાણીને નવાઈ લાગશે કે હવે તમે માછલીના ઇંડાંની મદદથી પણ તમારી સુંદરતા જાળવી શકો છો. દુનિયાનાસૌથી મોંઘાં ખોરાકમાં સમાવેશ પામતાં માછલીનાં ઇંડા ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. માછલીના ઇંડાંમાં રહેલું કેવીઆર નામનું તત્વ ત્વચા માટે ખૂબ ફાયદાકારક બની રહે છે. વળી, તેનો સૌથી મોટોફાયદો છે કે તે એન્ટિ એજિંગ છે. ખૂબ મોંઘા સલૂનમાં ધીરે ધીરે કેવીઆર ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત થઈ છે. જેરીતે ડાયમંડ, પર્લ, પ્લેટિનમ ફેશિયલ થતા હોય તે જ રીતે કેવીઆર ફેશિયલ પણ યુવતીઓ માટે બેસ્ટ ફેશિયલસાબિત  થશે. કેવીઆર ટ્રીટમેન્ટ તમે બે રીતે લઈ શકો છો. એક તો ફેશિયલ તરીકે અને ક્રીમ તરીકે.  ઘણા ખરા સ્પા  કેવીઆર ફેશ્યિલ કરી આપતા હોય છે.. જેમાં કેવીઆરને સીધું જ ત્વચા પર લગાવવામાં આવે છે.  સારા સ્પામાંકેવીઆર ફેશ્યિલ કરાવવાની કિંમત લગભગ 4000થી 5000 રૂપિયા જેટલી હોય છે. જોકે કેવીઆરનો ઉપયોગ કરતા પહેલા યુવતીઓએ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. જે યુવતીઓની ત્વચાતૈલી હોય તેણે કેવીઆર ટ્રીટમેન્ટ ન લેવી. કારણ કે  કેવીઆરમાં ભરપૂર મોઇશ્ચર હોય છે. જો તૈલી ત્વચાવાળીયુવતી તેનો ઉપયોગ કરે તો ત્વચા નિખરવાને બદલે વધારે ચીકણી થઈ  જશે. કેવીઆર માછલીના ઇંડાંમાંથી બનતું હોવાથી સી ફૂડ છે એટલે […]

Fashion & Beauty Lifestyle
fish eggs માછલીનાં ઇંડાંથી વધશે સુંદરતા, દુનિયાની સૌથી મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ

સ્ત્રીઓ પોતાની સુંદરતાને જાળવવા માટે અત્યાર સુધી મરઘીના ઇંડાંનો જ ઉપયોગ કરતી હતી, પરંતુ તમનેજાણીને નવાઈ લાગશે કે હવે તમે માછલીના ઇંડાંની મદદથી પણ તમારી સુંદરતા જાળવી શકો છો. દુનિયાનાસૌથી મોંઘાં ખોરાકમાં સમાવેશ પામતાં માછલીનાં ઇંડા ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

માછલીના ઇંડાંમાં રહેલું કેવીઆર નામનું તત્વ ત્વચા માટે ખૂબ ફાયદાકારક બની રહે છે. વળી, તેનો સૌથી મોટોફાયદો છે કે તે એન્ટિ એજિંગ છે. ખૂબ મોંઘા સલૂનમાં ધીરે ધીરે કેવીઆર ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત થઈ છે. જેરીતે ડાયમંડ, પર્લ, પ્લેટિનમ ફેશિયલ થતા હોય તે જ રીતે કેવીઆર ફેશિયલ પણ યુવતીઓ માટે બેસ્ટ ફેશિયલસાબિત  થશે.

કેવીઆર ટ્રીટમેન્ટ તમે બે રીતે લઈ શકો છો. એક તો ફેશિયલ તરીકે અને ક્રીમ તરીકે.  ઘણા ખરા સ્પા  કેવીઆર ફેશ્યિલ કરી આપતા હોય છે.. જેમાં કેવીઆરને સીધું જ ત્વચા પર લગાવવામાં આવે છે.  સારા સ્પામાંકેવીઆર ફેશ્યિલ કરાવવાની કિંમત લગભગ 4000થી 5000 રૂપિયા જેટલી હોય છે.

જોકે કેવીઆરનો ઉપયોગ કરતા પહેલા યુવતીઓએ કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. જે યુવતીઓની ત્વચાતૈલી હોય તેણે કેવીઆર ટ્રીટમેન્ટ ન લેવી. કારણ કે  કેવીઆરમાં ભરપૂર મોઇશ્ચર હોય છે. જો તૈલી ત્વચાવાળીયુવતી તેનો ઉપયોગ કરે તો ત્વચા નિખરવાને બદલે વધારે ચીકણી થઈ  જશે.

કેવીઆર માછલીના ઇંડાંમાંથી બનતું હોવાથી સી ફૂડ છે એટલે તેમાં પુષ્કળ પ્રમાણમાં ઓમેગા થ્રી હોય છે જેત્વચાને એકદમ ચમકદાર  બનાવે છે.

કેવીઆરમાં પ્રોટીનનું પુષ્કળ પ્રમાણમાં હોવાથી  ત્વચાને તતા અંદરની માંસપેશીઓને પૂરતા પ્રમાણમાં પ્રોટીનપૂરું પાડે છે તેના કારણે ત્વચા એકદમ યુવાન અને તાજગીભરી રહે છે.