Not Set/ નકસલી વિસ્તારમાં પાંચ કેમ્પ અને સાત પોલીસ મથક ખુલશે

નકસલીઓના વિસ્તારમાં પોલીસસ્ટેશન ખોલવામાં આવશે.

Top Stories
નકસલી વિસ્તારમાં પાંચ કેમ્પ અને સાત પોલીસ મથક ખુલશે

છત્તીસગઢના  દંતેવાડા જિલ્લાને નક્સલ મુક્ત બનાવવા માટે પાંચ નવા શિબિરો (કેમ્પ) અને સાત પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે. જિલ્લામાંથી નક્સલવાદનો સતત ઘટી રહ્યો છે.. નક્સલના એવા વિસ્તારો કે જે વિસ્તાર કુખ્યાત હતા ત્યાં હવે દળ પહોંચી ગયું છે. હવે જિલ્લાના કેટલાક વિસ્તારો બાકી છે જ્યાં દળ પહોંચ્યો નથી. આવા વિસ્તારોમાં પહોંચવા અને તેમને વિકાસના મુખ્ય પ્રવાહ સાથે જોડવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ યોજના અંતર્ગત નવા છાવણીઓમાં છત્તીસગઢના સશસ્ત્ર દળ (સીએએફ) ના જવાનોને તૈનાત કરવામાં આવશે. જે વિસ્તારોમાં કેમ્પ ખોલવામાં આવી રહ્યા છે, ત્યાં રસ્તાઓ, વીજળી, પાણી, શાળાઓ, હોસ્પિટલો, રેશન શોપ જેવી પાયાની સુવિધાઓનો ભારે અભાવ છે. જ્યારે શિબિરો ખુલશે બાદમાં ગામો સુધી ર પહોંચવાનું શરૂ થશે અને સપ્લાય ચેન બનાવવામાં આવશે.જેના લીધે નક્સલવાદીઓને વિસ્તારથી દૂર રહેવું પડશે.

છેલ્લા એક વર્ષમાં, સુરક્ષા દળને ઘણી સફળતા મળી છે. દાંતેવાડા પોલીસ અધિક્ષક (એસપી) ડો. અભિષેક પલ્લવને એક રજિસ્ટર તૈયાર કર્યું છે. જેમાં પંદરસો નક્સલવાદીઓનાં નામ છે. પોલીસ તેના ઘરે જઈ રહી છે અને તેના સબંધીઓને સમજાવી રહી છે. તેની વ્યાપક અસર પડી છે. અત્યાર સુધીમાં 368 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

સીએએફના નવા કેમ્પ નહરી, રેવાલી, ગોંડેરસ, ગુમિયાપાલ, બડેપલ્લી ખાતે ખોલવામાં આવશે. ચોમાસા બાદ આ ગામોમાં સૈનિકોની જમાવટ કરવામાં આવશે. શિબિરના હોવાના કારણે આ વિસ્તારોમાં નક્સલવાદીઓ મનસ્વી રીતે વર્તી રહ્યા હતા જેના લીધે  ગ્રામજનોને સરકારી યોજનાઓનો નહિવત્ લાભ મળતો હતો . હવે નક્સલવાદીઓ માટે મુશકેલી ઉભી થશે.