ગેસના બાટલામાં થયો વિસ્ફોટ/ બિહારમાં ગેસની બોટલ ફાટતાં પાંચ બાળકોના મોત,બે લોકો ઇજાગ્રસ્ત

બિહારના બાંકા જિલ્લાના રાજાવર ગામના એક મકાનમાં LPG સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થતાં પાંચ બાળકોના મોત થયા હતા

Top Stories India
gas બિહારમાં ગેસની બોટલ ફાટતાં પાંચ બાળકોના મોત,બે લોકો ઇજાગ્રસ્ત

મંગળવારે સાંજે બિહારના બાંકા જિલ્લાના રાજાવર ગામના એક મકાનમાં LPG સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થતાં પાંચ માસૂમ બાળકોના મોત થયા હતા. આ બાળકોની માતા રસોઈ બનાવી રહી હતી અને તેઓ નજીકમાં જ રમતા હતા.આ દરમિયાન, માતા કોઈ કામ માટે રૂમની બહાર નીકળી હતી, ત્યારે એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. ત્યાં ફેલાયેલી આગમાં પાંચ બાળકો જીવતા દાઝી ગયા હતા. આ ઘટનામાં અન્ય બે લોકો ઘાયલ થયા છે.

બનાવને પગલે ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઘટનાસ્થળે સેંકડો લોકો ભેગા થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગંભીર રીતે દાઝી ગયેલા પાંચેય બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જિલ્લા પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગામના છોટુ પાસવાનની પત્ની એલપીજી સ્ટવ પર ભોજન બનાવી રહી હતી. તેની બાજુમાં 12 વર્ષનો પુત્ર અંકુશ અને ચાર પુત્રીઓ અંશુ કુમારી (8), સીમા કુમારી (4), શિવાની કુમારી (6) અને સોની કુમારી (3) હતી. દરમિયાન આ બાળકોની માતા રસોડાના રૂમમાંથી કોઈ કામ માટે બહાર નીકળી હતી, ત્યારે ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ સાથે આગ લાગી હતી. આગમાં ત્યાં રમી રહેલા પાંચ બાળકો ખરાબ રીતે દાઝી ગયા હતા.

વિસ્ફોટ અને આગની માહિતી મળતા જ ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગને કાબુમાં લીધા બાદ સળગેલા બાળકોને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પહેલા જ પાંચેયના મોત થઈ ગયા હતા. અન્ય બે ઘાયલ થયા છે, તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

માહિતી મળતાં બાંકા પોલીસ અધિક્ષક અરવિંદ કુમાર ગુપ્તા અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.