Not Set/ લીંબડી તાલુકાનાં રામરાજપર ગામે મોડી રાત્રે વીજળી પડતા 5 ગાયોનાં મોતથી ચકચાર

લીંબડી તાલુકાનાં રામરાજપર ગામે ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ કડાકા ભડાકા વચ્ચે વીજળી પડતા પાંચ ગાયોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.

Gujarat Others
1 399 લીંબડી તાલુકાનાં રામરાજપર ગામે મોડી રાત્રે વીજળી પડતા 5 ગાયોનાં મોતથી ચકચાર

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી તાલુકાનાં રામરાજપર ગામે ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં જોરદાર પલ્ટો આવ્યા બાદ કડાકા ભડાકા વચ્ચે વીજળી પડતા પાંચ ગાયોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. ગામની સીમમાં ખેતરમાં બાંધેલી પાંચ ગાયો પર અચાનક વિજળી પડતાં મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. વીજળી પડવાથી ગાયોનાં મોતથી પશુપાલકો અને માલધારીઓમાં શોકની લાગણી ફેલાવા પામી હતી.

1 400 લીંબડી તાલુકાનાં રામરાજપર ગામે મોડી રાત્રે વીજળી પડતા 5 ગાયોનાં મોતથી ચકચાર

તંત્ર ઘોર નિંદ્રામાં: લીંબડી શહેરનાં આ વિસ્તારમાં આજે પણ તૂટેલાં છે નાળા, શું આ છે વિકાસ મોડલ?

પવનનાં સૂસવાટા અને કડાકા ભડાકા વચ્ચે ધડાકાભેર વીજળી ત્રાટકી

સુરેન્દ્રનગર જીલ્લામાં તાઉતે વાવાઝોડા બાદ છેલ્લા 3-4 દિવસથી આકાશ કાળા વાદળોથી ગોરંભાયુ હતુ. જેમાં લીંબડી તાલુકાનાં રામરાજપર ગામે ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ પવનનાં સૂસવાટા અને કડાકા ભડાકા વચ્ચે ધડાકાભેર વીજળી ત્રાટકી હતી. જેમાં વીજળી પડવાથી પાંચ ગાયોનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી.

1 401 લીંબડી તાલુકાનાં રામરાજપર ગામે મોડી રાત્રે વીજળી પડતા 5 ગાયોનાં મોતથી ચકચાર

સુરેન્દ્રનગર: વિદેશી દારૂનાં જથ્થા સાથે ટેન્કર ઝડપાતા ચકચાર, રૂ. 36.21 લાખનો મુદ્દામાલ જપ્ત

તંત્રનાં અધિકારીઓને જાણ કરવામાં આવી

રામરાજપર ગામની સીમમાં છેલાભાઇ વિઠલભાઇ ચિહલા નામનાં ભરવાડનાં ખેતરમાં બાંધેલી પાંચ ગાયો પર અચાનક વિજળી પડતાં મોત નિપજવાની ઘટના બનવા પામી હતી. વીજળી પડવાથી ગાયોનાં મોતથી રામરાજપર ગામનાં પશુપાલકો અને માલધારીઓમાં શોકની લાગણી ફેલાવા પામી હતી. આ ઘટના અંગે માલધારી સમાજ દ્વારા લાગતા-વળગતા તંત્રનાં અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

kalmukho str 8 લીંબડી તાલુકાનાં રામરાજપર ગામે મોડી રાત્રે વીજળી પડતા 5 ગાયોનાં મોતથી ચકચાર