Accident/ પાવાગઢ નજીક છાજ દિવાળી ગામે બે બાઇકો વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા પાંચના કરુણ મોત

પાવાગઢ નજીક આવેલ છાજ દિવાળી ગામે મંગળવારે સાંજના સુમારે બે બાઇકો વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં હાલોલ તાલુકાના તલાવડી ગામના વસંતભાઈ જીવનભાઈ બારીયા

Gujarat Others
accident પાવાગઢ નજીક છાજ દિવાળી ગામે બે બાઇકો વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા પાંચના કરુણ મોત

ગુજરાતમાં આજકાલ એક દિવસ ખાલી નથી જતો જે દિવસે અકસ્માતમાં કોઇનો જીવન ગયો હોય. વિડંબના તે પણ છે કે રોજબરોજ થતા અકસ્માતોમાં હાલનાં સમયમાં ક્યાંક 2, ક્યાંક 3 અને ક્યાંક 5 લોકોનાં જીવ ગયાનાં ગોઝારા અકસ્માતો નોંધવામાં આવી રહ્યા છે. ફરી ગુજરાતે પોતાનો એજ ગોઝારા અકસ્માતનો સીલો પકડી રાખ્યો હોય તેવી રીતે એક અકસ્માતમાં પાંચ લોકો હોમય ગયાનું સામે આવી રહ્યું છે.

પંચમહાલનાં પવિત્ર યાત્રા ધામ પાવાગઢ નજીક આવેલ છાજ દિવાળી ગામે મંગળવારે સાંજના સુમારે બે બાઇકો વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હાલોલ તાલુકાના તલાવડી ગામના વસંતભાઈ જીવનભાઈ બારીયા અને પાવીજેતપુર તાલુકાના અરવિદભાઈ માણિયાભાઈ રાઠવાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

વસંતભાઈના પિતરાઈ ભાઈ નરવતભાઈ બારીયાનું સારવાર માટે વડોદરા લઈ જતા રસ્તામાં મોત નિપજ્યુ હતું. સ્થળ પર મરણ ગયેલ અરવિદભાઈના પત્ની સુનિત્રાબેન અને દોઢ વર્ષીય પુત્રી હેમાક્ષીને ગંભીર ઇજાઓ પહોંચી હોઈ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બુધવારે વહેલી સવારે માતા-પુત્રીનું પણ સારવાર દરમ્યાન કરુણ મોત નિપજતા આ ગોજારા અકસ્માતમાં બે પિતરાઈ ભાઈએ જે પોતાની માસીના લગ્ન પ્રસંગે જાલિયાકુવા ગામે જાનમાં રાજી ખુશી ખુશી લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતા હતા તેમજ અને વડોદરા જતા પાવીજેતપુર તાલુકાના ચુલીગામના દંપતી સહિત તેઓની દોઢ વર્ષીય પુત્રીનું કરુણ મોત થતા આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવતા હાલોલના તલાવડી તેમજ પાવીજેતપુરના ચુલી ગામ સહિત બન્ને તાલુકા પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…