Accident/ બરેલીમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા એક જ પરિવારના 5 લોકોના મોત

આ અકસ્માત ઇજ્જતનગરના બિલવા બ્રિજ પર થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકો દરગાહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. કારનું ટાયર ફાટ્યું હતું

Top Stories India
4 41 બરેલીમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા એક જ પરિવારના 5 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ઇજ્જતનગરમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી.

આ અકસ્માત ઇજ્જતનગરના બિલવા બ્રિજ પર થયો હતો. અકસ્માતનો ભોગ બનેલા લોકો દરગાહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. કારનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે કાર બેકાબૂ બનીને ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, હાલ ઇજગ્રસ્તોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલી દેવામાં આવ્યા છે,રપોલીસે મૃતકોની ઓળખ હાલ કરી રહી છે.