કેબિનેટ મંત્રીપદ/ કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પાંચ મંત્રીઓનો કેબિનેટમાં સમાવેશ

ચાર દાયકા બાદ ચંદ્રિકા પ્રિયંગા પડ્ડુચેરીમાં પ્રથમ વખત મહિલા મંત્રી બન્યા

Top Stories
cabinet કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં પાંચ મંત્રીઓનો કેબિનેટમાં સમાવેશ

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં રવિવારે એનડીએ કેબિનેટમાં 5 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી એન. રંગસ્વામીના શપથ લીધાના લગભગ બે મહિના બાદ, મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર તામિલિસાઈ સૌંદરારાજને રાજ નિવાસ ખાતે પાંચ પ્રધાનોને પદના શપથ ગ્રહણ કર્યા.

શપથ લેનારા મંત્રીઓમાં એ. નમસિવાયમ કે. લક્ષ્મીનારાયણ, સી.દિજ્યકુમાર, ચંદ્રિકા પ્રિયંગા અને એ.કે. સાંઈ જે સરવન કુમારએ ભગવાનના સાક્ષી માનીને શપથ લીધા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી રંગસ્વામી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે  લક્ષ્મીનારાયણન, દિવ્યકુમાર અને પ્રિયંગા એઆઈએનઆરસીના નેતા છે, જ્યારે નમાશીવામ અને શ્રવણ કુમાર ભાજપના નેતા છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં પહેલીવાર કેસર પક્ષ મંત્રીમંડળમાં જોડાયો છે.   એઆઇએનઆરસી ના ધારાસભ્ય ચંદ્રિકા પ્રિયંગા મંત્રી બન્યા બાદ ચાર દાયકામાં પુડ્ડુચેરીને પ્રથમ વખત મહિલા મંત્રી મળ્યા છે.

એઆઇએનઆરસી અને બીજેપીએ મે મહિનામાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બાદ પુડ્ડુચેરીમાં ગઠબંધન સરકાર બનાવવાની ઘોષણા કરી હતી. એઆઇએનઆરસીના નેતા એન રંગસામીને આ રાષ્ટ્રીય લોકશાહી જોડાણની સરકારના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા, અને 7 મેના રોજ તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા. જો કે, તે સમયે માત્ર એન રંગસામીએ શપથ લીધા હતા અને કેબિનેટની રચના અંગે કોઈ માહિતી બહાર આવી ન હતી. એક મહિનાથી વધુ સમય સુધી ચાલેલા સસ્પેન્સને કારણે હવે પુડુચેરી સરકારે પડદો ઉઠાવી લીધો છે અને 5 પ્રધાનોને શપથ લેવડાવ્યા છે.