Accident/ કાર કન્ટેનરમાં ઘૂસી જતાં થયેલા અકસ્માતમાં જ કુટુંબના પાંચના મોત

ગુજરાત માટે અઠવાડિયાનો પ્રથમ દિવસ અકસ્માતોની પરંપરા સાથે શરૂ થયોછે. મધ્ય ગુજરાતમાં મોડી રાત્રે બે મોટા અકસ્માત સર્જાતા સાતના મોત નીપજ્યા છે. તેમા પણ એક અકસ્માતમાં તો એક જ કુટુંબના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે બીજા અકસ્માતમાં બેના મોત થયા છે.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 55 કાર કન્ટેનરમાં ઘૂસી જતાં થયેલા અકસ્માતમાં જ કુટુંબના પાંચના મોત

વડોદરાઃ ગુજરાત માટે અઠવાડિયાનો પ્રથમ દિવસ અકસ્માતોની પરંપરા સાથે શરૂ થયોછે. મધ્ય ગુજરાતમાં મોડી રાત્રે બે મોટા અકસ્માત સર્જાતા સાતના મોત નીપજ્યા છે. તેમા પણ એક અકસ્માતમાં તો એક જ કુટુંબના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. જ્યારે બીજા અકસ્માતમાં બેના મોત થયા છે.

વડોદરા નેશનલ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં પાંચના મોત થયા છે. જયારે નડિયાદ પીજ ચોકડી પુલ પાસે ટ્રક અને લાકડા ભરેલા ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આમ સાત દિવસના મોતથે સોમવારનો દિવસ પ્રાણઘાતક સાબિત થયો છે.

વડોદરામાં ગઇકાલે મોડી રાત્રે નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં એક જ કુટુંબના પાંચ સભ્યોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જઈ રહેલા પટેલ કુટુંબને અકસ્માત નડ્યો હતો. રોડની સાઇડમાં ઉભેલા કન્ટેનર પર કાર પાછળથી અથડાઈ હતી. પાટીદાર કુટુંબ સુરતથી વડોદરા તરફ આવી રહ્યો હતો. આ અકસ્માતમાં એક વર્ષના બાળક સહિત પાંચના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ફક્ત ચાર વર્ષની બાળકી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો છે.

અકસ્માતના પગલે મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડને પણ મદદ માટે બોલાવી હતી. આમ હાઇવે પર રોડની સાઇડમાં ઊભા રહી જતાં મોટા વાહનો અનેક લોકોના જીવ લઈ રહ્યા છે.

જ્યારે અન્ય એક ગમખ્વાર અકસ્માતમાં બેના મોત થયા હતા. ખેડાની નડિયાદ પીજ ચોકડી બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માતમાં બેના કમકમાટીભર્યા મોત થયા હતા. ટ્રક અને લાકડા ભરેલા ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઇવર અને ક્લીનરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ટ્રક અથડાતા મોટો અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી હતી, અકસ્માત થતાં લાકડા ભરેલું ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ