ગોળીબાર/ ઇઝરાયલમાં ફાયરિંગની ઘટનામાં પાંચ લોકોના મોત,પોલીસે હુમલાખોરને કર્યો ઠાર,જાણો

ઇઝરાયલના બે જુદા જુદા વિસ્તારમાં ફાયરિંગની ઘટનાના સમાચાર સામે આવ્યા છે, હુમલાખોરે ફાયરિંગ કરીને શહેરમાં આતંક મચાવ્યો હતો જેમાં પાંચ લોકોના મોત થયા છે

Top Stories World
1 74 ઇઝરાયલમાં ફાયરિંગની ઘટનામાં પાંચ લોકોના મોત,પોલીસે હુમલાખોરને કર્યો ઠાર,જાણો

ઇઝરાયલના બે જુદા જુદા વિસ્તારમાં ફાયરિંગની ઘટનાના સમાચાર સામે આવ્યા છે, હુમલાખોરે ફાયરિંગ કરીને શહેરમાં આતંક મચાવ્યો હતો જેમાં પાંચ લોકોના મોત થયા છે અનેક લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલમાં ફાયરિંગની  ઘટના બની હતી બ્રાકી શહેરમાંથી સામે આવી છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ વ્યક્તિ વિશે મેગેન ડેવિડ એડોમ એમ્બ્યુલન્સ સર્વિસના વડા એલી બિનએ જણાવ્યું કે તેની હાલત ગંભીર છે.

ધ જેરુસલેમ પોસ્ટના અહેવાલ મુજબ, મંગળવારે સાંજે શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાં ફાયરિંગની ઘટનાઓ સામે આવી હતી.મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગોળીબાર કરનાર હુમલાખોર મોટરસાઇકલ પર હતા. ઘટનાની જાણ થતા જ એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી

પોલીસે હુમલાખોરને ઠાર કરી દીધો છે,જયારે સ્થળ પર હાજર આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. ઇઝરાયેલ પોલીસના પ્રવક્તા એલી લેવી અને બની બ્રાકી શહેરના મેયર એવરામ રુબીનસ્ટીને લોકોને બચાવ કાર્યકરોને ઘટનાસ્થળે જવા માટે રસ્તો આપવા વિનંતી કરી છે જેથી લોકોને મદદ મળી શકે. આ સિવાય લોકોને ગોળીબારની ઘટનાના સ્થળોથી દૂર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, ઇઝરાયેલમાં તાજેતરના દિવસોમાં ગોળીબારની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.