Not Set/ વિશ્વકપ 2019નાં આ 5 ખેલાડીઓ ‘મેન ઓફ ધ ટૂર્નામેન્ટ’ની રેસમાં છે આગળ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019 માં ઘણા ઉલટફેર જોવા મળ્યા છે. લીગ રાઉન્ડ પૂર્ણ થતા પોઇન્ટ ટેબલે ટોપ પર રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ હવે વિશ્વકપની રેસથી બહાર નિકળી ગઇ છે. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ફેવરીટ રહેલી ટીમ ઈંન્ડિયા ફાઈનલની જંગથી બહાર નિકળી જતા ક્રિકેટ ફેન ઘણા નિરાશ થઇ ગયા છે. હવે વિશ્વકપ 2019નો અંતિમ તબક્કો બાકી […]

Top Stories Sports
pjimage 65 વિશ્વકપ 2019નાં આ 5 ખેલાડીઓ ‘મેન ઓફ ધ ટૂર્નામેન્ટ’ની રેસમાં છે આગળ

આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 2019 માં ઘણા ઉલટફેર જોવા મળ્યા છે. લીગ રાઉન્ડ પૂર્ણ થતા પોઇન્ટ ટેબલે ટોપ પર રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ હવે વિશ્વકપની રેસથી બહાર નિકળી ગઇ છે. ટૂર્નામેન્ટની શરૂઆતથી જ ફેવરીટ રહેલી ટીમ ઈંન્ડિયા ફાઈનલની જંગથી બહાર નિકળી જતા ક્રિકેટ ફેન ઘણા નિરાશ થઇ ગયા છે. હવે વિશ્વકપ 2019નો અંતિમ તબક્કો બાકી છે. ત્યારે વિશ્વકપ 2019નો ફાઈનલ મુકાબલો 14 જુલાઈનાં રોજ લંડનનાં લોડ્સ મેદાનમાં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાશે. જ્યા ન્યૂઝીલેન્ડે ભારતને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી હતી તો વળી ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

વિશ્વકપ ફાઈનલથી પહેલા ક્રિકેટ ફેન મેન ઓફ ધ ટૂર્નામેન્ટને લઇને ઘણી ચર્ચાઓ કરી રહ્યા છે. ફેન તે વાતને લઇને ઘણા ચિંતિત છે કે આ વખતે કયા ખેલાડીને મેન ઓફ ધ ટૂર્નામેન્ટ નો એવોર્ડ આપવામાં આવશે. ક્રિકેટ વિશ્વકપ 2019નાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ માટે 5 ખેલાડીઓનાં નામોની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે. આ 5 ખેલાડીઓની યાદીમાં બાંગ્લાદેશનો શાકિબ અવ હસનનું નામ સૌથી ઉપર છે. શાકિબે આ વિશ્વકપમાં ધમાકેદાર બેટિંગ કરતા 606 રન અને ધારદાર બોલિંગ કરતા 11 વિકેટ લીધી છે. આ જ કારણ છે કે શાકિબનું નામ આ યાદીમાં સૌથી ઉપર છે અને આ વખતે તે મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બનવાના સૌથી પ્રબળ દાવેદાર છે. આ લિસ્ટમાં બાકી ખેલાડીઓમાં રોહિત શર્મા, કેન વિલિયમ્સન, જો રૂટ, મિચેલ સ્ટાર્ક અને જોફ્રા આર્ચરનો પણ સમાવેશ થાય છે.

ટીમ ઈંન્ડિયાનાં ઓપનિંગ બેટ્સમેને રોહિત શર્મા આ વિશ્વકપમાં 648 રન બનાવી ચુક્યો છે. ન્યૂઝીલેન્ડનાં કેન વિલિયમ્સન 548 રન બનાવી ચુક્યો છે અને તે ફાઈનલમાં પણ બેટિંગ કરવાની છે. ઈંગ્લેન્ડનો જો રૂટે 549 રન બનાવી દીધા છે અને ફાઈનલમાં પણ તેની બેટિંગ બાકી છે. તે સિવાય આ વિશ્વકપમાં સૌથી વધુ 27 વિકેટ લેનાર મિચેલ સ્ટાર્ક અને કેરિયરની પહેલી વિશ્વકપમાં 19 વિકેટ લેનાર જોફ્રા આર્ચર પણ આ વિશ્વકપનો મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બની શકે છે. જણાવી દઇએ કે, ખેલાડીઓ માટે આઈસીસી પણ પહેલા એક ટ્વીટ કરી ચુક્યુ છે. આ જ કારણે વિશ્વકપ 2019માં મેન ઓફ ધ ટૂર્નામેન્ટ આમાથી કોઇ એક હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન