NEET Dress Controversy/ કેરળમાં NEET UG પરિક્ષામાં વિધાર્થીનીઓને તેમના ઇનરવેર કાઢી નાખવા દબાણ કરનાર પાંચ મહિલાઓની કરવામાં આવી ધરપકડ

કેરળ પોલીસે આ જાણકારી આપી છે. NEET UG એ દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા છે. આમાં 18.72 લાખ ઉમેદવારો નોંધાયા હતા

Top Stories India
3 60 કેરળમાં NEET UG પરિક્ષામાં વિધાર્થીનીઓને તેમના ઇનરવેર કાઢી નાખવા દબાણ કરનાર પાંચ મહિલાઓની કરવામાં આવી ધરપકડ

કેરળમાં NEET UG 2022 દરમિયાન વિધાર્થીનીઓને તેમના ઇનરવેર કાઢી નાખવા દબાણ કરનાર પાંચ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. કેરળ પોલીસે આ જાણકારી આપી છે. NEET UG એ દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષા છે. આમાં 18.72 લાખ ઉમેદવારો નોંધાયા હતા, જેમાંથી લગભગ 10 લાખ વિદ્યાર્થીનીઓ હતી. પરીક્ષા પહેલા સ્ક્રિનિંગ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીનીઓને બળજબરીથી નિયમો વિરૂદ્ધ ઇનરવેર દૂર કરવા માટે કહેવામાં આવ્યું હતું.જો તે આમ નહીં કરે તો તેને પરીક્ષામાં બેસવા નહીં દેવાની ધમકી આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓની ફરિયાદ બાદ પ્રકાશમાં આવેલા મામલામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા સંજ્ઞાન લેવામાં આવ્યું હતું અને કેરળના ડીજીપીને સ્વતંત્ર તપાસ અને કડક કાર્યવાહી માટે નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અંડરગ્રેજ્યુએટ કક્ષાના મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રવિવારે 17 જુલાઈના રોજ યોજાયેલી નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) દરમિયાન, કેરળના એક પરીક્ષા કેન્દ્રમાં સેંકડો વિદ્યાર્થિનીઓ પાસેથી બળજબરીથી તેમની બ્રા અને ઇનરવેર ઉતારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓ અને પરિવારના સભ્યોની ફરિયાદો બાદ આ મામલાએ ભારે વેગ પકડ્યો હતો અને દેશભરના લોકોએ પણ સોશિયલ મીડિયા દ્વારા આ શરમજનક કૃત્યની નિંદા કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે મંગળવારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને સ્થળ પર યોગ્ય તપાસ કરવા અને NEET પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓએ તેમના આંતરિક વસ્ત્રો ઉતારવાના મામલે તમામ હિતધારકો સાથે વાતચીત કરવા સૂચનાઓ જારી કરી હતી. આ મામલાની તપાસ માટે NTA દ્વારા ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની પણ રચના કરવામાં આવી હતી. NTAએ કહ્યું હતું કે તે સમિતિના તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરશે.