Not Set/ દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો વોલમાર્ટ સાથે સોદો, સાડા નવ ખરબમાં 70% શેરોનું વેંચાણ

દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આજે વોલમાર્ટના હાથે આવી ગઈ છે. વોલમાર્ટ અને ફ્લિપકાર્ટના શીર્ષ અધિકારીઓની બેંગલોરમાં મીટીંગ થયેલી ટાઉનહોલ મીટીંગમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટના 70 ટકા શેરમાં લગભગ સાડા નવ ખરબ રૂપિયામાં ખરીદવાનો સોદો નક્કી કરી લીધો છે. સોફ્ટબેંકના સીઇઓ માસાયોશી સનએ પુષ્ટિ કરી છે. આ મીટીંગમાં વોલમાર્ટનાં સીઇઓ ડગ મૈક્મીલન સમેત બંને કંપનીઓના શીર્ષ […]

Top Stories Trending Business
walmart flipkart દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટનો વોલમાર્ટ સાથે સોદો, સાડા નવ ખરબમાં 70% શેરોનું વેંચાણ

દેશની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આજે વોલમાર્ટના હાથે આવી ગઈ છે. વોલમાર્ટ અને ફ્લિપકાર્ટના શીર્ષ અધિકારીઓની બેંગલોરમાં મીટીંગ થયેલી ટાઉનહોલ મીટીંગમાં વોલમાર્ટે ફ્લિપકાર્ટના 70 ટકા શેરમાં લગભગ સાડા નવ ખરબ રૂપિયામાં ખરીદવાનો સોદો નક્કી કરી લીધો છે. સોફ્ટબેંકના સીઇઓ માસાયોશી સનએ પુષ્ટિ કરી છે.

આ મીટીંગમાં વોલમાર્ટનાં સીઇઓ ડગ મૈક્મીલન સમેત બંને કંપનીઓના શીર્ષ અધિકારીઓ હાજર રહ્યા હતા. લગભગ 13 ખરબ રૂપિયાની ફ્લિપકાર્ટ અને દુનિયાની સૌથી મોટી રીટેલ ચેન વોલમાર્ટ વચ્ચે થયેલી આ દિલ ભારતની સૌથી મોટી વિલય અને અધિગ્રહણ સમજુતીમાંની એક છે.

  • આ બાબતને લઈને રાજનીતિક દ્રષ્ટિ: 

એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે ભારત સરકારે કોઈપણ વિદેશી રિટેલરને દેશમાં સ્ટોર ખોલવાની મંજૂરી આપી નથી. કર્ણાટકની ચૂંટણીઓ માટેની તૈયારી અંતિમ તબક્કા સુધી પહોંચી ચુકી છે. આવી પરિસ્થિતિમાં, ભાજપ સરકાર આ પ્રકારના કિસ્સામાં કોઈ સિગ્નલ  આપવાની ઇચ્છા ધરાવતી નથી, જેથી આ બાબતને કોઈ સમર્થન આપે. જો આવું થાય તો બિઝનેસ વર્ગ અસ્વસ્થ થઇ શકે છે જે ભાજપને સૌથી મજબૂત વોટબેંક ગણવામાં આવે છે.