Not Set/ વડોદરામાં કેશડોલનો કકડાટ વકર્યો, પૂર પીડિતોએ પોકાર્યો બંડ

વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં અનેક લોકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જો કે, સરકાર દ્વારા સહાયતાની પણ તતકાલ જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ હાલ આ જાહેરાતનાં હાલ લંકાએ સોનું જેવા જોવામાં આવે છે. ત્યારે, વડોદરામાં પૂરના અટલા દિવસો વિતવા છતાં હજુ સુધી પૂરપીડિતોને કેશડોલ કે ઘરવખરીની સહાય ન મળતાં પૂર […]

Gujarat Vadodara
cashdollvadodara વડોદરામાં કેશડોલનો કકડાટ વકર્યો, પૂર પીડિતોએ પોકાર્યો બંડ

વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં અનેક લોકોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જો કે, સરકાર દ્વારા સહાયતાની પણ તતકાલ જાહેરાત કરી દેવામાં આવી હતી. પરંતુ હાલ આ જાહેરાતનાં હાલ લંકાએ સોનું જેવા જોવામાં આવે છે. ત્યારે, વડોદરામાં પૂરના અટલા દિવસો વિતવા છતાં હજુ સુધી પૂરપીડિતોને કેશડોલ કે ઘરવખરીની સહાય ન મળતાં પૂર પીડિતોએ સરકાર અને તંત્ર સામે બંડ પોકાર્યો છે.

કેશડોલથી હજુ સુધી વંચીત પૂર પીડિતો દ્વારા કોંગ્રેસની આગેવાનીમાં કલેક્ટર કચેરી બહાર ધરણાં યોજ્યામાં આવ્યા હતા. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર પીડિતોને કેશડોલ અને ઘરવખરીની સહાય વિતરણની જાહેરાત કરી હોવા છતાં, લોકોને સહાય મળી નથી. કલેક્ટરને પણ રજૂઆત કરાઈ હતી. છતાં સહાય નામે લોકોને કશું ન મળ્યું.

cashdollvadodara1 વડોદરામાં કેશડોલનો કકડાટ વકર્યો, પૂર પીડિતોએ પોકાર્યો બંડ

કેશડોલનો કકડાટ વકરતા હવે કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી કે, જો બે દિવસમાં કેશડોલ કે ઘરવખરી નહીં મળે તો આંદોલન કરાશે. બીજી તરફ વડોદરા કલેક્ટરે દાવો કર્યો કે, 36 હજારથી વધુ પરિવારોને 10 કરોડની સહાય ચૂકવાઈ છે. છતાં જે પરિવારો સહાયથી વંચિત છે તેમણે સહાય અપાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.