Gujarat News/ બનાસકાંઠાના થરાદમાં પ્રાથમિક શાળામાં ભરાયા પાણી, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વધી મુશ્કેલી

બનાસકાંઠામાં ચોમાસુ જામ્યુ છે. છેલ્લા બે દિવસમાં બનાસકાંઠામાં ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 07 04T102518.473 બનાસકાંઠાના થરાદમાં પ્રાથમિક શાળામાં ભરાયા પાણી, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની વધી મુશ્કેલી

Banaskantha News: બનાસકાંઠામાં ચોમાસુ જામ્યુ છે. છેલ્લા બે દિવસમાં બનાસકાંઠામાં ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ખેતરો, સોસાયટીઓ બાદ હવે શાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. બનાસકાંઠાની એક પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

પ્રાથમિક શાળામાં ભરાયા વરસાદી પાણી

બે દિવસ પહેલા આવેલા વરસાદના અટારવાની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ ગયા છે. પ્રાથમિક શાળામાં પાણી ભરાવાથી રાબેતા મુજબના કાર્યો થઈ શકતા નથી. ત્યારે શિક્ષકોને એ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવીએ. પાણી ભરાઈ જતા વિધાર્થીઓને બેસવામાં મુશ્કેલી પડી છે. જો બાળકોને પાણી ભરેલ શાળામાં બેસાડે તો તેમના સ્વાસ્થ્ય સામે પણ મોટો પ્રશ્ન ઉદભવી શકે છે. જો વરસાદી પાણીનો નિકાલ વહેલા તે પહેલાના ધોરણે નહી થાય તો શાળામાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ શકે છે. અને તેના કારણે બાળકોને બીમારી થવાની સંભાવના વધે છે.

શિક્ષકોની મુશ્કેલી વધી

બનાસકાંઠામાં વરસાદ ધીમો પડવા છતાં અટારવાની શાળામાં હજી પણ પાણી ભરાયેલા છે. શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મુશ્કેલી વધી છે. હજુ શાળાઓ શરૂ થઈ છે ત્યાં પાણી ભરાતા શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસમાં થતા વિલંબને લઈને ચિંતિત બન્યા છે.

ભારે વરસાદનુું જોર

જણાવી દઈએ કે બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર જોવા મળ્યું. દાંતામાં 3.5 ઇંચ વરસાદ પડ્યોજયારે લાખણીમાં 4-4 ફૂટ પાણી ભરાતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે શાળા, સોસાયટીઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા. વરસાદની અતિ ગતિના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો પરેશાન જોવા મળ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ક્યારથી થશે શરૂ?

આ પણ વાંચો: ફ્રાન્સના એમ્બેસેડર યુત ડૉ. થિયરી માથૌ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે

આ પણ વાંચો: આયુર્વેદિક દવાની આડમાં આલ્કોહોલ યુક્ત પીણાનો ગેરકાયદે ધંધો