Not Set/ એક દિવસ માટે અમદાવાદ કલેક્ટર તરીકે ફ્લોરાએ સંભાળ્યો ચાર્જ

ફ્લોરા આસોડિયા નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી અને તેના નાના ભાઈને પણ ભણાવવામાં મદદરૂપ થતી હતી. ફ્લોરા ભણવા પ્રત્યે ખૂબ જ ગંભીર હતી

Ahmedabad Gujarat
Untitled 220 એક દિવસ માટે અમદાવાદ કલેક્ટર તરીકે ફ્લોરાએ સંભાળ્યો ચાર્જ

જિલ્લા કલેકટરની ખુરશી પર બેઠેલી આ છે ફ્લોરા અપૂર્વભાઈ આસોડિયા  જે ગાંધીનગર સરગાસણની વતની છે. નાનપણથી જ ફ્લોરા ભણવામાં ખૂબ હોશિયાર હતી, જેને કારણે તેને IAS બનવું હતું. પણ 7 મહિના પહેલા જ તેને બ્રેઇન ટ્યુમર હોવાનું જાણવા મળતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ. એક તરફ ફ્લોરાની સારવાર ચાલી રહી હતી તો બીજી તરફ ફ્લોરાની ઈચ્છા કેવી રીતે પુરી કરવી તેનું ટેંશન. જો કે મેક અ વિશ નામની NGOએ ફ્લોરાની ઈચ્છા પૂરી કરવાનું બીડું ઝડપ્યું. મેક અ વિશ NGOએ અમદાવાદ જિલ્લા કલેકટરને ફ્લોરાની ઈચ્છા વિશે જાણ કરી અને જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ એકપણ ક્ષણ વિચાર કર્યા વિના કહી દીધું કે હું ફ્લોરાને એક દિવસ માટે કલેકટર બનાવીશ.

અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે ના આ નિર્ણયથી ફ્લોરા અને તેના પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું અને ફ્લોરા માટે ખાસ ડ્રેસ તૈયાર કરાવવામાં આવ્યો. 18 સપ્ટેમ્બર શનિવારે ફ્લોરના ઘરે કલેકટરની કાર પહોંચી અને ફ્લોરાને લઈને કલેકટર ઓફીસ લાવવામાં આવી, જ્યાં જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ તેનું બુકેથી સ્વાગત કર્યું અને કલેકટરનો ચાર્જ સોંપ્યો.બ્રેઇન ટ્યુમરના કારણે ફ્લોરા અર્ધબેભાન હતી જેને કારણે તેનું શરીર ફ્લોરાનો સાથ નહોતું આપી રહ્યું. કલેકટર બન્યા બાદ ફ્લોરા વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કર્યા.

ફ્લોરા આસોડિયા નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી અને તેના નાના ભાઈને પણ ભણાવવામાં મદદરૂપ થતી હતી. ફ્લોરા ભણવા પ્રત્યે ખૂબ જ ગંભીર હતી એટલે જ જ્યારે પણ તેના નાના ભાઈના પરીક્ષામાં માર્ક્સ ઓછા આવતા ત્યારે તે પણ રડી પડતી હતી. 7 મહિના પહેલા જ જ્યારે તેના પરિવારને ફ્લોરા ની બીમારી પ્રત્યે જાણ થઈ ત્યારે તેના માતા-પિતાએ ફ્લોરની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા અને બનતી તમામ સેવા કરવાનો નિર્ધાર કર્યો. આ જ કારણથી તેના પિતા અપૂર્વ આસોડિયાએ પણ તેમનો ધંધો બંધ કરીને ફ્લોરાની સેવા કરવાનું શરૂ કરી દીધું.