Not Set/ લાખોની છેતરપિંડીના ગુનામાં બે આરોપીઓને મોરબી પોલીસે પાસા ભર્યા

છેતરપીંડીના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે રાજ્યની પોલીસ સક્રિય બની ગઈ છે. ઓનલાઈન ચીટિંગ હોય કે પછી અન્ય કોઈ રીતે ચીટિંગ કરવામાં આવી હોય તેમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પકડીને પોલીસ જેલ હવાલે મોકલી રહી છે. મોરબીની જો વાત કરીએ તો સીરામીક ઉદ્યોગકારોને ચૂનો લગાડીને ફરાર થઇ ગયેલા બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને તેમના વિરુદ્ધમાં […]

Gujarat
200025 arrest repesentative image લાખોની છેતરપિંડીના ગુનામાં બે આરોપીઓને મોરબી પોલીસે પાસા ભર્યા

છેતરપીંડીના કિસ્સાઓમાં ઘટાડો લાવવા માટે રાજ્યની પોલીસ સક્રિય બની ગઈ છે. ઓનલાઈન ચીટિંગ હોય કે પછી અન્ય કોઈ રીતે ચીટિંગ કરવામાં આવી હોય તેમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પકડીને પોલીસ જેલ હવાલે મોકલી રહી છે. મોરબીની જો વાત કરીએ તો સીરામીક ઉદ્યોગકારોને ચૂનો લગાડીને ફરાર થઇ ગયેલા બે આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને તેમના વિરુદ્ધમાં પાસા હેઠળ કાર્યવાહી કરીને તેમને કાયદાનો ભાન કરાવ્યો છે.

છેલ્લા ત્રણ વર્ષથી મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે છેતરપીંડી કરનાર બે ઇસમોને પાસા તળે મધ્યસ્થ જેલ અમદાવાદ અને રાજકોટ ખાતે ધકેલી દેવામાં આવ્યા છે. જેના પગલે સીરામીક ઉધોગકારો પાસેથી માલ લઈને ઓળવી જનારા ભેજાબાજોમાં ફફડાટ મચી ગયો છે.

મોરબીની જુદી-જુદી ફેક્ટરીઓમાંથી સિરામિક આઇટમો મંગાવી માલનું પેમેન્ટ આપવાના વાયદા કરી તેનુ પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરી આર્થિક લાભ મેળવવા ગુન્હાહિત કાવતરૂ કરનાર ઇસમોને પોલીસે ઝડપી લીધા બાદ આવી પ્રવૃત્તિ કરનારાઓમાં કડક દાખલો બેસાડવા જિલ્લા પોલીસ વડા દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મંજૂરી અર્થે મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટએ પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. આથી, તાલુકા પોલીસે નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણીની પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ તથા મધ્યસ્થ જેલ રાજકોટ હવાલે કરવામાં આવેલ છે.