શ્રમિક અન્નપૂર્ણા યોજના/ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના વધુ સાત જિલ્લાઓમાં ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવશે

ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના શ્રમિક અન્નપૂર્ણા યોજના વધુ સાત જિલ્લામાં કાર્યરત કરવામાં આવશે,. હવે શ્રમિકોને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે.

Top Stories Gujarat
શ્રમિક અન્નપૂર્ણા યોજના

Shramik Annapurna Yojana:      ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના શ્રમિક અન્નપૂર્ણા યોજના વધુ સાત જિલ્લામાં કાર્યરત કરવામાં આવશે,. હવે શ્રમિકોને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે. આ યોજનાથી અનેક શ્રમિકોને લાભ થશે અને તેઓ હવે ભૂખ્યા નહીં રહે. માત્ર પાંચ રૂપિયાના ટોકનથી રાજ્ય સરકાર તરફથી શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલી બનાવવામાં આવી છે.

આ શ્રમિક અન્નપૂર્ણા યોજના( Shramik Annapurna Yojana) સાત જિલ્લાઓમાં કાર્યરત કરવામાં આવશે બાદમાં જે જિલ્લાઓ બાકી રહ્યા છે ત્યા શરૂ કરવામાંઆવશે.  શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે રાજ્યના વધુ સાત જિલ્લાઓમાં વિવિધ કડિયા નાકા પર તા. 20 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. જેમાં માત્ર રૂ. 5 ના ટોકન દરે બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે.

ગુજરાત  મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદની યાદીમાં જણાવ્યું હતું કે  તા. 20 જાન્યુઆરીના રોજ અભિલાષા કડિયાનાકા, વડોદરા, તા. 27 જાન્યુઆરીના રોજ રામનગર કડિયાનાકા, સુરત, તા. 28 જાન્યુઆરીના રોજ રૈયા ચોક કડિયાનાકા, રાજકોટ, તા. 29 જાન્યુઆરીના રોજ જીઆઇડીસી -વાપી, વલસાડ તેમજ ડાયમંડ ચોક કડિયાનાકા,નવસારી તથા તા. 30 જાન્યુઆરી 2023ના રોજ મહેસાણાના સિદ્ધપુર અને પાટણ જિલ્લામાં ભોજન કેન્દ્રો શરૂ કરવામાં આવશે જેથી મોટા પ્રમાણમાં બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક ભોજનનો લાભ મળશે.

નોંધનીય છે કે આ શ્રમિક યોજનાથી કામદારો ,અને મજૂરોને પોષ્ટીક ભોજન મળી રહેશે જેના લીધે હવે ગરીબ મજૂરોને પણ સરકાર દ્વારા તેમને સારૂ જમવાનું બની રહે તે માટે શરૂઆત કરવામાં આવી રહી છે.હવે શ્રમિકોને પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે. આ યોજનાથી અનેક શ્રમિકોને લાભ થશે અને તેઓ હવે ભૂખ્યા નહીં રહે. માત્ર પાંચ રૂપિયાના ટોકનથી રાજ્ય સરકાર તરફથી શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલી બનાવવામાં આવી છે.

Ram Setu/ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરી શકે કેન્દ્ર, સરકારે SCમાં આપી માહિતી