દાહોદ/ આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને જમ્યા બાદ થયું ફૂડ પોઈઝનિંગ, બે બાળકોની તબીયત નાજુક

દાહોદ જિલ્લાના ધાનપુરની આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને જમ્યા બાદ થયું ફૂડ પોઈઝનિંગ. શ્રી સત્યનામ આશ્રમ શાળા અગાસવાણીનો બનાવ છે.

Gujarat Others Trending
ફૂડ પોઈઝનિંગ

દાહોદથી ફુડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. દાહોદની આશ્રમ શાળામાં સાંજનું ભોજન જમ્યા બાદ 25થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ ની અસર થઈ હતી.અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા છે.બે બાળકોને વધુ અસર થતાં તેમને સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દાહોદની ધાનપુર અગાસવાણી ગામની આ ઘટના છે કે જેમાં સત્યનાથ આશ્રમમાં સાંજનું ભોજન જમ્યા બાદ વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. સાંજનું ભોજન જમ્યા બાદ વિદ્યાર્થીઓને ઉલટી શરૂ થઈ હતી જેના બાદ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

દાહોદના ધાનપુરમાં અગાસવાણીની શ્રી સત્યનામ આશ્રમ શાળા આવેલી છે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આશ્રમ શાળામાં જ વિદ્યાર્થીઓને સાંજનું ભોજન પણ આપવામાં આવે છે. ત્યારે 16 ડિસેમ્બરે સાંજે શ્રી સત્યનામ આશ્રમ શાળામાં ભોજન લીધા બાદ બાળકોની તબિયત લથડી હતી. બાળકોને વોમિટીંગ શરૂ થઈ ગઇ હતી. જે પછી આશ્રમશાળાના 25થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ અસર થઈ હોવાનું જણાયુ હતુ. બાદમાં આ તમામને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા હતા. તો બે બાળકોની તબીયત વધારે નાજુક થતા વધુ સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા.

શ્રી સત્યનામ આશ્રમ શાળાના શિક્ષક અર્જુનસિંહ બારિયાના જણાવ્યા અનુસાર જમ્યા પછી બની હતી ઘટના. આ મામલે આશ્રમ શાળા અધિકારીએ યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરે તેવી તમામ પડિતોના પરિવાર ની માંગ છે.

આ પણ વાંચો:17 ડિસેમ્બર 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: મુંબઈમાં ભાજપ અને મહા અઘાડી શનિવારે આમને-સામને, બંનેએ રસ્તા પર ઉતરવાનું કર્યું એલાન

આ પણ વાંચો: PM મોદી પર ભુટ્ટોની ટિપ્પણી સામે દેશભરમાં પ્રદર્શન કરશે ભાજપ, ભારતે પાકિસ્તાનને કહ્યું આતંકવાદનો પિતા