Not Set/ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના નિર્માણ માટે ઓઈલ કંપનીઓએ કરેલા ખર્ચ અંગે CAGએ ઉઠાવ્યા સવાલ, કહ્યું કઈક ખાસ, વાંચો

નવી દિલ્હી, ગુજરાતના કેવડિયા નિર્માણ થઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા માટે દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ ખર્ચ અંગે કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG)એ આ અંગે સવાલો ઉઠાવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ પર સવાલ ઉઠાવતા CAG દ્વારા જણાવવામાં આવ્યું કે, “ગુજરાતના કિનારા […]

Top Stories India Trending
svps "સ્ટેચ્યુ ઓફ યુનિટી"ના નિર્માણ માટે ઓઈલ કંપનીઓએ કરેલા ખર્ચ અંગે CAGએ ઉઠાવ્યા સવાલ, કહ્યું કઈક ખાસ, વાંચો

નવી દિલ્હી,

ગુજરાતના કેવડિયા નિર્માણ થઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા માટે દેશની સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ ખર્ચ અંગે કમ્પટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG)એ આ અંગે સવાલો ઉઠાવ્યા છે.

સરકારી ઓઈલ કંપનીઓ પર સવાલ ઉઠાવતા CAG દ્વારા જણાવવામાં આવ્યું કે, “ગુજરાતના કિનારા પર સરદાર પટેલની ૩૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહેલી પ્રતિમા માટે ONGC, ઓઈલ ઇન્ડિયા લીમીટેડ, ભારત પેટ્રોલીયમ, હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને ઇન્ડીયન ઓઈલ દ્વારા પોતાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ ઘણો ખર્ચો કર્યો છે.

સરદાર પટેલની પ્રતિમાને “સ્ટેચ્યુ ઓફ યુનિટી” નામ આપવામાં આવ્યું છે અને આ પ્રતિમા બનાવવા માટે સરકાર દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે કે, “સ્ટેચ્યુ ઓફ યુનિટી – લોખંડ કેમ્પેન – કહાની દરેક ગામની”, એટલે કે આ પ્રતિમાને બનાવા માટે જરૂરી લોખંડ દેશનાં ખૂણા-ખૂણામાંથી સામાન્ય લોકો દ્વારા આપવામાં આવી રહ્યું છે.

બીજી તરફ આ પ્રતિમા માટે બનાવેલી એક એડ ફિલ્મ મારફતે દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશનાં લોહ પુરુષ સરદાર પટેલની આ મૂર્તિ માટે આખા દેશમાંથી લોખંડ એકત્ર કરવામાં આવી રહ્યું છે. જેમાં ખેડૂતો દ્વારા પાવડા, કુહાડી, હળ વગેરે વસ્તુઓ ગુજરાત પહોચાડવામાં આવી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વેબસાઈટ પર માહિતી આપવામાં આવી છે કે, દેશભરના ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં ૧,૬૯,૦૦૦ લોખંડના સાધનો એકઠા કરી લેવામાં આવ્યા છે.

૭ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ સંસદમાં રજુ કરાયેલા CAG રીપોર્ટ અનુસાર, “સરદાર પટેલની મૂર્તિ માટે સરકારી તેલ કંપનીઓ દ્વારા આટલો બધો ખર્ચો કરવામાં આવી રહ્યો છે એ યોગ્ય નથી”.

સીએજીએ પોતાના રીપોર્ટમાં કહ્યું છે કે, “સીએસઆર નિયમો મુજબ કોઇપણ કંપની રાષ્ટ્રીય ધરોહરને બચાવા માટે સીએસઆર ફંડનો ઉપયોગ કરી શકે છે, પરંતુ સરદાર પટેલની પ્રતિમા રાષ્ટ્રીય ધરોહર નથી. તેલ કંપનીઓએ પોતાના સીએસઆર ફંડમાંથી ઓએનજીસી દ્વારા ૫૦ કરોડ રૂપિયા, ઇન્ડીયન ઓઈલ દ્વારા ૨૧.૮૩ કરોડ રૂપિયા, બીપીસીએલ, એચપીસીએલ અને ઓઆઈએલ એ ૨૫ કરોડ રૂપિયાનો ફાળો અપાયો છે.

મહત્વનું છે કે, આ પ્રોજેક્ટ ૨૯૮૯ કરોડ રૂપિયાનો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત સરદાર પટેલની ૧૮૨ મીટરની મૂર્તિ બનાવવામાં આવશે. આ ઉપરાંત મેમોરિયલ, ગાર્ડન અને શ્રેષ્ઠ ભારત ભવન નામથી એક કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે.