રાજકોટ/ ફૂડ સેફટી વાન દ્વારા 33 સ્થળે મીઠાઈ-ફરસાણનું ઓન ધ સ્પોટ ચેકિંગ કરાયું

દશેરાના તહેવારોને અનુલક્ષી શહેરના અલગ અલગ વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણના ઉત્પાદકો અને રિટેલરોને ત્યાં ઓન ધ સ્પોટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

Gujarat Rajkot
Untitled 381 ફૂડ સેફટી વાન દ્વારા 33 સ્થળે મીઠાઈ-ફરસાણનું ઓન ધ સ્પોટ ચેકિંગ કરાયું

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાને ફૂડ સેફટી ઓન વ્હીકલ વાનની ફાળવણી કરવામાં આવી છે. જેના દ્વારા સ્થળ પર જ ખાદ્ય સામગ્રીનું ચેકિંગ કરવામાં આવે છે અને જરૂર જણાય તો નમુના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. દશેરાના તહેવારોને અનુલક્ષી શહેરના અલગ અલગ વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણના ઉત્પાદકો અને રિટેલરોને ત્યાં ઓન ધ સ્પોટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં મંગળા રોડ પર મનમોહન ડેરી ફાર્મમાં સ્પે.બરફી, રઘુવીર ડેરી ફાર્મમાં કેસર ઘારી, વિશાલ ડેરી ફાર્મમાં કાજુકતરી, વિરાણી ચોકમાં રાજ મંદિર ફરસાણમાં લુઝ પાપડી ગાઠીયા, ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્ર્વર ડેરીમાંથી અંજીર બરફી, ધારેશ્ર્વર ફરસાણમાંથી પાપડી ગાંઠીયા, વાણીવાડીમાં મહેશ ડેરીફાર્મમાંથી સંગમ કતરી, ગાયત્રીનગર મેઈન રોડ પર રાધેશ્યામ ડેરી ફાર્મમાંથી બ્રિઝ લાડુ, જય સીયારામ ફરસાણમાંથી મીઠા સાટા, જલારામ ફરસાણમાંથી ટોપરા પાર્ક, અક્ષર ગાંઠીયામાંથી ભાવનગરી ગાંઠીયા,

જલીયાણ ફરસાણમાંથી મીઠા સાટા, હરિકૃષ્ણ ફરસાણમાંથી પાપડી ગાંઠીયા, શક્તિવિજય ફરસાણમાંથી ફરસી પુરી, ત્રિશુલ ચોકમાં બાલાજી ફરસાણમાંથી તીખા ગાંઠીયા, બલરામ ડેરીમાંથી પાઈનેપલ બરફી, કોઠારીયા રોડ પર કનૈયા ડેરીફાર્મમાંથી ફેનસી મીઠાઈ, મુરલીધર ફરસાણમાંથી પાપડી ગાંઠીયા, જય જલારામ ફરસાણમાંથી ભાવનગર ગાંઠીયા, આઈશ્રી મોગલ ડેરી ફાર્મમાંથી સંગમ મીઠાઈ, જય ખોડીયાર ફરસાણમાંથી શક્કરપારા, ધર્મપ્રીય ડેરી ફાર્મમાંથી જલેબી, વિકાસ ડેરી ફાર્મમાંથી મીકસ જેલી મીઠાઈ,

તિરૂપતિ ડેરી ફાર્મમાંથી ચોકલેટ પ્લાઝા, ભગવતી ડેરી ફાર્મમાંથી બટર સ્કોચ લાડુ, ગુલકંદ રોલ, કિશાન ડેરીમાંથી મૈસુર, કિશોર ડેરીમાંથી ટોપરાનો મૈસુબ, ખોડીયાર અનાજ ભંડારમાંથી ક્રાઉન, નારાયણ નગર મેઈન રોડ પર તૂલસી ડેરીમાંથી ઓરેંજ બરફી, હસનવાડીમાંથી જય સીયારામ ફરસાણમાંથી લુઝ ગાંઠીયા, બાલાજી ફરસાણમાંથી સેવ, તિરૂપતિ ડેરીમાંથી મેંગો બરફી અને શિવ ડેરીમાંથી ગુલાબ પાકની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.