Not Set/ એક દુજે કે લિયે…સ્ટાઇલમાં લોહી થી I LOVE YOU લખી સુરેન્દ્રનગરની યુવતીનો અમદાવાદની હોસ્ટેલમાં આપઘાત

પ્રેમ આંધળો હોય છે એવું આપણે હંમેશાં સાંભળતા આવ્યા છીએ ક્યારેક આવી ઘટના આસપાસમાં જોવા પણ મળી જાય છે.વર્ષો પહેલા કમલ હસનની ‘એક દુજે કે લિયે’ ફિલ્મમાં આ વિષય તાદ્રશ રીતે પડદા પર રજૂ કરવામાં આવ્યો છે કે પ્રેમીઓ

Top Stories Gujarat
suicide note with blood એક દુજે કે લિયે...સ્ટાઇલમાં લોહી થી I LOVE YOU લખી સુરેન્દ્રનગરની યુવતીનો અમદાવાદની હોસ્ટેલમાં આપઘાત

પ્રેમ આંધળો હોય છે એવું આપણે હંમેશાં સાંભળતા આવ્યા છીએ ક્યારેક આવી ઘટના આસપાસમાં જોવા પણ મળી જાય છે.વર્ષો પહેલા કમલ હસનની ‘એક દુજે કે લિયે’ ફિલ્મમાં આ વિષય તાદ્રશ રીતે પડદા પર રજૂ કરવામાં આવ્યો છે કે પ્રેમીઓ પ્રેમમાં કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. પરંતુ આવી ઘટના જ્યારે વાસ્તવિકતામાં જોવા મળે છે ત્યારે હૈયું ભરાઈ આવે છે.અમદાવાદમાં સુરેન્દ્રનગરની રહેવાસી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે. શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં કલગી ચાર રસ્તા પાસેની મહિલા હોસ્ટેલમાં એક યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. પોલીસે ઘટના સ્થળે જઇ જોયું તો નોટબુકના પાને લોહીથી I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો, હું તમારી લાડકી હતી. તેમ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.તપાસ કરતા જણાયું કે આપઘાત કરનારી યુવતીનું નામ પલ્લવી પંડયા છે. તે મુળ સુરેન્દ્રનગરનિ રહેવાસી હતી અને અહીં અભ્યાસ અર્થે મહિલા હોસ્ટેલમાં રહેતી હતી. પલ્લવીએ શું પ્રેમમાં નાસીપાસ થઇ આ અંતિમ પગલું તો નથી લીધું? તે અંગે તપાસ કરી રહી છે.

તપાસનો રેલો / 100 કરોડની વસૂલાત મામલે CBI એ દેશમુખ વિરુદ્ધ કેસ નોંધી તપાસ આદરી

ગળા ફાંસો ખાતા પહેલા પલ્લવીએ લોહીથી લખેલી સ્યુસાઇડ નોટ મળી

આ અંગે પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે18 વર્ષીય પલ્લવી સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર ખાતે કડું પાર્ક પાછળ રહેતી હતી અને અમદાવાદની SLU કોલેજમાં અભ્યાસ કરતી હતી બપોરે હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડે સી બ્લોકમાં પલ્લવીને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ હતી. રૂમ અંદરથી બંધ હતો જેથી પોલીસને જાણ કરતાં એલિસબ્રિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આવીને તપાસ કરતા પલ્લવીએ ગળાફાંસો ખાધો હતો.એલિસબ્રિજ પોલીસના જણાવ્યા મુજબ રૂમમાંથી લોહીથી લખેલી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં ” I LOVE YOU નિખિલ, પરિવારને સાચવજો, હું તમારી લાડકી હતી” વગેરે લખ્યું હતું. જેથી પ્રેમમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની શંકા પોલીસ સેવી છે. જોકે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હોવાનું એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ જણાવ્યું છે.

ઘર વાપસી / આખરે બાહુબલી MLA અન્સારીને લેવા 900 કિ.મી.નું અંતર કાપી લેવા પહોંચી UP પોલીસ

પલ્લવીએ પ્રેમી નિખિલ અને પરિવારજનોને સંબોધીને લખ્યો પત્ર

“નિખિલ તારી સાથે બહુ સપના જોયા, પણ અધૂરા રહી ગયા જાન. આઈ લવ યુ નિખિલ. પ્લીઝ મને કોઈનું માનસિક ટોર્ચર નથી, સો પ્લીઝ કઈ બખેડો ના કરશો, પ્લીઝ હું મારી જાતે મારી મરજીથી મરી રહી છું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ પ્લીઝ મને જીવવામાં રસ નથી બસ. ભગવાને માણસ જાતને બનાવીને બહુ ખોટું કર્યું છે બનાવવાની જરૂરત જ ન હતી. મને ખબર છે કે હું આવું પગલું ભરીશ એટલે ઘણાના વિશ્વાસ તૂટશે એટલે પ્લીઝ સોરી પ્લીઝ મારાથી કઈ ભૂલ થઈ હોય તો સોરી બધાને. બાય….આઈ લવ યુ નિખિલ.”

પરિવારમાં ભાઇને સંબોધીને પલ્લવીએ લખ્યું કે, “ભાઈ તું મને બહુ વ્હાલો છે. પપ્પા, મમ્મી, બા, બાપુ બધાય તમારું ધ્યાન રાખજો. ખાસ કરીને નેહા બહેન તું મારા ઘર રહી લેજે. પ્લીઝ મને ખબર છે તું મારા વગર નહીં રહી શકે પણ પ્લીઝ નેહા પ્લીઝ મારા જેવી બનજે. જીપીએસસીની તૈયારી કરજે અને મારું સપનું તું પૂરું કરજે અને પ્લીઝ હું જતી રહી એટલે પ્લીઝ કઈ બખેડો ના કરતા…પ્લીઝ શાંતિથી મરવા દેજો…પ્લીઝ પ્લીઝ…મારો આખો પરિવાર તમારું ધ્યાન રાખજો.”

“હજુ ફરીવાર કહું છું કઈ કોઈને દોષ ના દેતા પ્લીઝ…હું મારી મરજીથી મરૂ છું અને ભગવાન મારા માં મેલડી ને એટલું જ કહેવું છે કે માં પ્રેમ કરવો ગુનો છે. કેમ કોઈના મા બાપ કે ફેમિલી વાળા દીકરીને સમજતા નથી. દીકરીની જાત એ શું કઈ ગુનો કર્યો છે? માં બસ માતાજીને આટલું જ મારે કહેવું છે અને મારી નેહાનું બધા ધ્યાન રાખજો મને બહુ વ્હાલી છે. એના સિવાય મને કોઈ ગમતું નથી, અને એક મારો ભાઈ ગમે મને.

“બસ હવે ખાલી એક માણસ માટે થોડું કહેવું છે. મારી જાન મારી જિંદગી મારો નિખિલ..આઈ લવ યુ જાન. પ્લીઝ નિખિલને વંચાવજો. નિખિલ જાન તું તારું ધ્યાન રાખજે. સિગરેટ ઓછી પીજે અને મમ્મી પપ્પા કહે ત્યાં મેરેજ કરી લેજે. હવે મમ્મીને હેરાન ના કરતો. પપ્પાને સામું ના બોલતો અને હું ઉપર ભલે જતી રહુ જાન પણ હું હંમેશા તારી સાથે રહીશ જાન. હંમેશા મને મારા ઘરના કહેતા કે જે બહુ વ્હાલું હોય તે વહેલા મરી જાય…સાચી વાત છે હું બહુ વ્હાલી હતી નહીં? ઓકે ચલ બાય અને પ્લીઝ કઈ બખેડો ના કરતા અને શાંતિથી રોયા વગર મારી દફન વિધિ કરી દેજો..અને હા બાપા માટે, બાપુ હવે દારૂ ના પીતા કેમ કે કહેવા વાળી હું નથી અને તમે કોઈનું માનશો પણ નહીં.

પરીક્ષા પે ચર્ચા / વડાપ્રધાન મોદી આજે કરશે વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’, વાલીઓ અને શિક્ષકો સાથે કરશે સંવાદ

આઈ કેન ડુ ઇટ – દીવાલ પર લખ્યું હતું 

પલ્લવી એ જે રૂમમાં આપઘાત કર્યો ત્યાં દીવાલ પર પણ લખાણ છે. જેમાં લખ્યુ છે કે ‘આઈ કેન ડુ ઇટ’ જોકે આ વાક્ય પલ્લવીએ લખ્યું છે કે અગાઉ રહેતા કોઈ સ્ટુડન્ટ્સે લખ્યું છે તે બાબતે પણ તપાસ કરાશે. આ સિવાય સ્યુસાઇડ નોટ પલ્લવીએ લખી છે કે કેમ તે બાબતે તટસ્થ તપાસ માટે નોટને FSL માં મોકલી તપાસ કરાવવામાં પણ આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…