મંજૂરી/ અમેરિકામાં 246 વર્ષ બાદ પહેલીવાર શીખ સૈનિકને પાઘડી પહેરવાની મંજૂરી મળી

લેફ્ટનન્ટ સુખબીર તૂરે પાંચ વર્ષ સુધી દરરોજ સવારે યુનાઇટેડ સ્ટેટ્સ મરીન કોર્પ્સનો યુનિફોર્મ પહેર્યો હતો તેમને શીખની પાઘડી પહેરવાનો મોકો મળ્યો

Top Stories World
soilder અમેરિકામાં 246 વર્ષ બાદ પહેલીવાર શીખ સૈનિકને પાઘડી પહેરવાની મંજૂરી મળી

યુએસ મરીન કોર્પ્સમાં એક 26 વર્ષીય શીખ અધિકારીને હવે પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકી સૈન્યના 246 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત આવુ બન્યું છે જ્યારે શીખ અધિકારીને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે, સૈનિકે સંપૂર્ણ ધાર્મિક સ્વતંત્રતાની માંગણી કરી છે અને જો તે તેમ કરવામાં નિષ્ફળ જાય તો તેની કોર્પ્સ પર કેસ કરવાનું પણ વિચારી રહ્યા છે

એક અહેવાલ મુજબ લેફ્ટનન્ટ સુખબીર તૂરે પાંચ વર્ષ સુધી લગભગ દરરોજ સવારે યુનાઇટેડ સ્ટેટ્સ મરીન કોર્પ્સનો યુનિફોર્મ પહેર્યો હતો. ગુરુવારે તેમને શીખની પાઘડી પહેરવાનો મોકો મળ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તૂર મરીન કોર્પ્સના 246 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વ્યક્તિ છે જેને પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તુરે આ અધિકાર મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. જ્યારે તેને આ વર્ષે કેપ્ટન તરીકે પ્રમોશન આપ્યુ  ત્યારે તેમણે અપીલ કરવાનું નક્કી કર્યું. આ પ્રકારનો પહેલો કેસ હતો જે આટલા લાંબા સમય સુધી ચાલ્યો હતો.ઉલ્લેખનીય છે કે  વોશિંગ્ટન અને ઓહિયોમાં ઉછરેલા ભારતીય પ્રવાસીના પુત્ર તુરને કેટલીક મર્યાદાઓ સાથે ફરજ દરમિયાન પાઘડી પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ જ્યારે તે યુદ્ધ ક્ષેત્રમાં તૈનાત હોય ત્યારે તે આ કરી શકશે નહીં