Stock Market/ ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ પ્રથમવાર સેન્સેક્સ 53 હજારને પાર

ભારતીય શેરબજાર માં આજે કારોબારી સપ્તાહના બીજા દિવસની શરૂઆત  ઉછાળા સાથે થઇ હોવાનું જાણવા મળ્યું છે . જેમાં  પ્રારંભિક કારોબારમાં શેરબજારના બંને મુખ ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લીલા નિશાન ઉપર કારોબાર કરી રહયા છે.સેન્સેક્સ 250 થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે સત્ર 52,885.04 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ લગભગ 90 પોઇન્ટના વધારા સાથે 15,840.50 […]

Business
Untitled 222 ભારતીય શેરબજારે રચ્યો ઇતિહાસ પ્રથમવાર સેન્સેક્સ 53 હજારને પાર

ભારતીય શેરબજાર માં આજે કારોબારી સપ્તાહના બીજા દિવસની શરૂઆત  ઉછાળા સાથે થઇ હોવાનું જાણવા મળ્યું છે . જેમાં  પ્રારંભિક કારોબારમાં શેરબજારના બંને મુખ ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી લીલા નિશાન ઉપર કારોબાર કરી રહયા છે.સેન્સેક્સ 250 થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે સત્ર 52,885.04 પર ખુલ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીએ લગભગ 90 પોઇન્ટના વધારા સાથે 15,840.50 પર કારોબાર શરૂ કર્યો હતો. પ્રારંભિક તેજીમાં જ સેન્સેક્સે 359.94 પોઇન્ટના ઉછાળા સાથે 53,018.71 ની વિક્રમી સપાટી હાંસલ કરીછે. ઇન્ડેક્સમાં 30 માંથી 26 શેરો વધ્યા છે.

નિફ્ટી બેંકમાં 0.81 ટકાની મજબૂતાઈ છે અને ઇન્ડેક્સ 35,154.15 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે જાહેર ક્ષેત્રની બેંકો, રિયલ્ટી, મેટલ અને ઓટો શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. મારુતિ સુઝુકીએ સોમવારે જાહેરાત કરી છે કે ખર્ચમાં વધારો થવાને કારણે તેઓ વાહનના ભાવમાં વધારો કરી રહ્યા છે. આ શેર માટે સકારાત્મક ગતિ પેદા કરી છે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં 0.97 ટકાનો ઉછાળો છે. મીડિયા ઈન્ડેક્સ 1.18 ટકા વધ્યો છે જ્યારે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 2 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યો છે.