Not Set/ મધ્યમ વર્ગ માટે આજનો દિવસ દિવાળીથી ઓછો નથી : સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય કાપડ, મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આ બજેટને તમામ વર્ગ માટે ફાયદાકારક ગણાવ્યું અને કહ્યું કે મધ્યમ વર્ગ માટે આજનો દિવસ દિવાળીથી ઓછો નથી. ઈરાનીએ બઝેટ રજૂ કર્યા બાદ અહી સંસદ ભવન પરિસરમાં પત્રકારોને કહ્યુ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે સર્વવ્યાપી, દરેક સમૂદાયો માટે સમાવિષ્ટ અને રાષ્ટ્રને સશક્ત કરનાર બઝેટ રજૂ કર્યુ છે. […]

Top Stories India
Smriti Irani મધ્યમ વર્ગ માટે આજનો દિવસ દિવાળીથી ઓછો નથી : સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય કાપડ, મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આ બજેટને તમામ વર્ગ માટે ફાયદાકારક ગણાવ્યું અને કહ્યું કે મધ્યમ વર્ગ માટે આજનો દિવસ દિવાળીથી ઓછો નથી. ઈરાનીએ બઝેટ રજૂ કર્યા બાદ અહી સંસદ ભવન પરિસરમાં પત્રકારોને કહ્યુ કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે સર્વવ્યાપી, દરેક સમૂદાયો માટે સમાવિષ્ટ અને રાષ્ટ્રને સશક્ત કરનાર બઝેટ રજૂ કર્યુ છે. મધ્યયમ વર્ગને આવકવેરાની છૂટ આપવામાં આવી છે જેમા તેમને ઘણો ફાયદો થશે.

તેમણે કહ્યું કે, મહિલાઓ અને બાળકોનાં પોષણ માટે કરવામાં આવેલી ખાસ જોગવાઈ એ તેમની આંતરિક માતાનું દર્પણ છે. મહિલા સશક્તિકરણ માટે રૂપિયા 28,600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે એક પ્રશંસનીય પગલું છે. મહિલાઓની શક્તિને સ્વ-સહાય જૂથો દ્વારા ‘ધાન્ય લક્ષ્મી’ નું રૂપ આપવામાં આવ્યું છે. સગર્ભા સ્ત્રીઓ માટે નવા ઉકેલો રજૂ કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય મિશનની સ્થાપના તકનીકી કાપડના સંદર્ભમાં એક પ્રશંસનીય પગલું છે, જેની ભારત વર્ષોથી રાહ જોઇ રહ્યુ હતુ. વળી, કાપડ ઉદ્યોગમાં પ્રતિરોધી શુલ્ક જેવા સાહસિક નિર્ણય લેવામાં આવ્યા છે. બજેટ અંગે વિપક્ષની પ્રતિક્રિયા પર તંજ કસતા તેમણે કહ્યું કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અડધા બજેટમાં આંખ આડા કાન કરીને બેસી રહ્યા હતા. બજેટની રજૂઆત દરમિયાન, તે અંદર અને બહાર કરતા રહ્યા હતા. આવી સ્થિતિમાં, તે બજેટ શું હતું અને કેટલું તે સમજી શક્યા તેમા સંદેહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.