Not Set/ ફોર્બ્સે નોટબંધીને ગણાવી અનૈતિક, 70 ના દાયકાની નસબંધી સાથે કરી સરખામણી

નવી દિલ્હીઃ નોટબંધીને લીધે દેશમાં આમ લોકો મુશ્કેલી સહન કરી રહ્યો છે. જેને લઇને રાજકારણ પણ ગરમાયું છે ત્યારે અમેરિકાની જાણીતી મેગેઝીન ફેર્બ્સે નોટબંધીને 1970 દાયકોમાં કરવામાં આવેલી નસબંધી સાથે સરખામણી કરી છે. ફોર્બ્સે પોતાના તંત્રી લેખમાં ભારતના પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ કરેલી નોટબઁધીને અનૈતિક ગણાવી છે. મેગેઝિનના તંત્રી સ્ટીવ ફોર્બ્સે નોટબંધીની ભારે ટીકા કરી છે. […]

World

નવી દિલ્હીઃ નોટબંધીને લીધે દેશમાં આમ લોકો મુશ્કેલી સહન કરી રહ્યો છે. જેને લઇને રાજકારણ પણ ગરમાયું છે ત્યારે અમેરિકાની જાણીતી મેગેઝીન ફેર્બ્સે નોટબંધીને 1970 દાયકોમાં કરવામાં આવેલી નસબંધી સાથે સરખામણી કરી છે. ફોર્બ્સે પોતાના તંત્રી લેખમાં ભારતના પ્રધાનમંત્રી નરેંન્દ્ર મોદીએ કરેલી નોટબઁધીને અનૈતિક ગણાવી છે. મેગેઝિનના તંત્રી સ્ટીવ ફોર્બ્સે નોટબંધીની ભારે ટીકા કરી છે. તેમણે તંત્રી લેખમાં લખ્યુ છે કે, પૃથ્વની ઉત્પતી વખતી માણસની પ્રકૃતિ બદલાય નથી. ખોટુ કામ કરનાર કોઇન કોઇ રસ્તો કાઢી જ લે છે. આતંકવદી કરન્સી બંધ કરી દેવાથી પોતાના ખોટા કામ નથી છોડી દેવાનો અને નાણાને ડિજીટલાઇજેશન થવામાં ઘણ સમય લાગશે.  અને પણ ત્યારે જ્યારે માર્કેટને ફ્રી અનુમતિ આપી દેવામાં આવી હોય. સ્ટીવ ફોર્બ્સે ટેક્સ ચોરીથી બચવા માટે ટેક્સને સરળ અને સસ્તો કરી દેવાની વાત કરી હતી. જેથી વેપારીને ટેક્સ ચોરી કરવી વ્યર્થ લાગે, કાયદાકીય રીતે વેપારને સરળ બનાવી દેવો જોઇએ, તો મોટાભાગના લોકો સાચો વેપાર કરશે.

ફોર્બ્સે ભારત સરકારના નોટબંધીના નિર્ણયને તરંગી ગણાવ્યો હતો. મોટા ભાગના દેશો મોટી નોટ બંધ કરવા તરફ આગળ વધી રહ્યા છે. અને તે જ તર્ક આપી રહ્યા છે જે ભારત આપી રહ્યો છે. પરંતુ તે સમજવામાં કોઇ ભૂલ ના થવી જોઇએ કે તેનો સાચો હતું શું છે. તમારી પ્રાઇવેશી પર હુમલો કરવો અને તમારા જીવન પર સરકારનો વધુમા વધુ નિયંત્રણ થોપવું.

સ્ટીવે ફોર્બ્સે ભારત સકરાના પગલાને અનૈતિક ગણાવતા કહ્યું હતુ કે ફોર્બ્સે સંપાદકીયમાં લખ્યું છે કે આ નિર્ણય બાદ અસંખ્ય બિઝનેસ બંધ થયા જેના કારણે મજૂરી કરનાર મોટો વર્ગ શહેર છોડીને ગામ જવા મજબૂર થયો.

અસંખ્યા કંપનીઓને પગાર આપવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ફોર્બ્સે આ પગલાની તુલના 1970ના દસકામાં બળજબરીથી નસબંધી કરાવવાના કાર્યક્રમ સાથે કરતા તેને અનૈતિક ઠેરવ્યું છે.