Not Set/ હૈદરાબાદ એનકાઉન્ટર પર પૂર્વ CJI એ ઉઠાવ્યા સવાલ

સુપ્રીમ કોર્ટનાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ આરએમ લોઢાએ ગઇ કાલે મંગળવારનાં રોજ માનવાધિકાર દિવસ પર હૈદરાબાદ એન્કાઉન્ટરની ઘટના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આજે આપણે એક તરફ માનવાધિકાર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને બીજી તરફ આપણે મૂળભૂત માનવ અધિકારની સુરક્ષા માટે પણ લડી રહ્યા છીએ. આજે બધે જ અરાજકતાનું વાતાવરણ છે. તેલંગાણાની ઘટના […]

Top Stories India
Former CJI હૈદરાબાદ એનકાઉન્ટર પર પૂર્વ CJI એ ઉઠાવ્યા સવાલ

સુપ્રીમ કોર્ટનાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ આરએમ લોઢાએ ગઇ કાલે મંગળવારનાં રોજ માનવાધિકાર દિવસ પર હૈદરાબાદ એન્કાઉન્ટરની ઘટના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, આજે આપણે એક તરફ માનવાધિકાર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ અને બીજી તરફ આપણે મૂળભૂત માનવ અધિકારની સુરક્ષા માટે પણ લડી રહ્યા છીએ. આજે બધે જ અરાજકતાનું વાતાવરણ છે. તેલંગાણાની ઘટના તેનું ઉદાહરણ છે.

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ આરએમ લોઢાએ હૈદરાબાદ પોલીસ એન્કાઉન્ટરની ઘટના પર સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે કોઈ મંત્રી આવી હત્યાને યોગ્ય ગણાવે છે, ત્યારે અમે અને તમે આપણા માનવાધિકાર સુનિશ્ચિત કરવાની અપેક્ષા શું કરી શકીએ? આપણે એવી સંસ્કૃતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ટોળાની માનસિકતા ન્યાય માટેનો આધાર હતો. જ્યાં લોહીનો બદલો લોહીથી લેવામાં આવતો હતો. દુષ્કર્મ કરનારાઓની લિંચિંગ ભૂતકાળની હમ્મૂરાબીની સંસ્કૃતિની યાદ અપાવે છે. લાગે છે કે આપણે એ જ યુગ તરફ આગળ વધી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે હૈદરાબાદ એન્કાઉન્ટરની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે પોલીસ રિફોર્મનો મુદ્દો છેલ્લા 30 વર્ષથી અટવાયેલો છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આજે સમગ્ર બજેટનાં માત્ર 0.08 ટકા ન્યાયતંત્ર ઉપર ખર્ચ કરે છે. તેમણે કહ્યું કે સાઇન્ટિફિક ઈન્વેસ્ટીગેશન અથવા પ્રોફેશનલ્સનો અભાવ આ એક મોટી સમસ્યા છે. આને કારણે કેસોની સુનાવણી વિલંબમાં છે. તે માર્મિક વાત છે કે સાઇન્ટિફિક ઈન્વેસ્ટીગેશન માટે આપણી પાસે ફક્ત 7 લેબ છે. તેમણે ન્યાયતંત્રને સરકાર દ્વારા આપવામા આવેલા ઓછા બજેટ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટનાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ આરએમ લોઢાએ નાગરિકત્વ (સુધારા) બિલ પર પણ ટિપ્પણી કરી છે. જ્યારે તેમને નાગરિકત્વ (સુધારા) બિલની બંધારણીય માન્યતા વિશે સવાલ કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે કોઈને ધર્મનાં આધારે બાકાત રાખવા અથવા અંદર લાવવા બંધારણનાં માપદંડને પૂર્ણ કરતું નથી. આ બિલ હજુ સુધી ફાઇનલ થયું નથી. કાયદો બન્યા પછી જ કંઇક કહી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.