Not Set/ ઉન્નાવ કેસ/ UPના ભૂતપૂર્વ CM અખિલેશ યાદવ પીડિતાના મોત બાદ વિધાનસભાની બહાર ધરણા પર બેઠા

શુક્રવારે રાત્રે ઉન્નાવ બળાત્કાર પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણા પર બેઠા તેમની સાથે અન્ય બે નેતાઓ પણ હાજર છે. સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉન્નાવ બળાત્કાર કેસનો વિરોધ કરવા વિધાનસભાની બહાર ‘ધરણા’ પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ બળાત્કાર […]

Top Stories India
download 5 ઉન્નાવ કેસ/ UPના ભૂતપૂર્વ CM અખિલેશ યાદવ પીડિતાના મોત બાદ વિધાનસભાની બહાર ધરણા પર બેઠા

શુક્રવારે રાત્રે ઉન્નાવ બળાત્કાર પીડિતાનું દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણા પર બેઠા

તેમની સાથે અન્ય બે નેતાઓ પણ હાજર છે.

સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ઉન્નાવ બળાત્કાર કેસનો વિરોધ કરવા વિધાનસભાની બહાર ‘ધરણા’ પર બેઠા છે. ઉલ્લેખનીય છે કે, ઉન્નાવ બળાત્કાર પીડિતાનું શુક્રવારે રાત્રે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. અને તેની લાશને ઉન્નાવ મુકામે લઇ જવામાં આવી છે.  પીડિતાનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં જીવન માટે લડત લડ્યા બાદ મોત નીપજ્યું હતું.

માર્ચમાં બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સવારે સુનાવણી માટે કોર્ટમાં જતાં પીડિતાને કેરોસીન છાંટીને આગ ચાંપી દેવામાં આવી હતી. અને આ મહિલા બળાત્કારના કેસની સુનાવણી માટે સ્થાનિક કોર્ટમાં જવા માટે ઘરેથી નીકળી હતી. આ વર્ષે માર્ચમાં પીડિતાએ આરોપી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી ઉત્તર પ્રદેશની સ્થાનિક અદાલતમાં ચાલી રહી છે.

આરોપીને જેલમાં મોકલી આપ્યા છે

આ કેસના પાંચેય આરોપીઓને ગઈકાલે રાત્રે સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી દેવાયા હતા. કોર્ટે પાંચેય આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આજે વહેલી તકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ઉન્નાવ રેપ પીડિતાના મોત પર દુખ વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ એક પ્રેસમીટમાં જણાવ્યું હતું કે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.