Vaccination/ ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ લીધી કોરોના વેકસીન

માણસને કોરોનાથી બચાવી શકે તે માટે ભારતે વેક્સિન વિકસાવી લીધી છે. જેના ડોઝ આપવાનો કાર્યક્રમ દેશભરમાં ચાલી રહ્યો છે.

Gujarat Others
cricket 44 ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ લીધી કોરોના વેકસીન

માણસને કોરોનાથી બચાવી શકે તે માટે ભારતે વેક્સિન વિકસાવી લીધી છે. જેના ડોઝ આપવાનો કાર્યક્રમ દેશભરમાં ચાલી રહ્યો છે. આ અંતર્ગત ગુજરાત રાજ્યનાં ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ આજે સવારે સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

દાણચોરી / માથાની વિગમાં પેસ્ટ બનાવીને છૂપાવ્યું હતુ સોનું, ‘મુંડન’ કરાવ્યું તો વરસવા લાગ્યું સોનું, જાણો શું છે મામલો

આ તકે હોસ્પિટલ અધિક્ષક વાણવી સહિતનાં તબીબો હાજર રહ્યા હતા. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વેકેશનની કોઈ આડઅસર થતી નથી. કોરોનાનાં કેસ ફરી પાછા વધી રહ્યા છે, માટે વહેલામાં વહેલી તકે લોકોએ કોઇપણ જાતનો ડર રાખ્યા વગર વેકસીન લેવી જોઈએ, વેક્સિનની શોધ ભારત માટે ગૌરવ સમાન છે. ભારતની વેક્સિન વિશ્વનાં ઘણા દેશોમાં નિકાસ થઇ રહી છે અને કોરોનાનાં દર્દીઓને આપવામાં આવી રહી છે. તેથી આપણે ભારતીઓએ પણ વહેલી તકે કોરોના વેક્સિન લગાવી કોરોનાને આપણાથી દૂર કરવો જોઈએ.

વેક્સિન પોલિટિક્સ / જે રસી પર ઉઠાવ્યો હતો સવાલ, ઓવૈસીએ આજે તે જ રસીનો લીધો પહેલો ડોઝ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોરોનાની વેક્સિનને દિગ્ગજ નેતાઓ પણ લઇ ચુક્યા છે. દેશનાં વડા પ્રધાન પણ કોરોનાની રસી લઇને આ વિશે ચાલી રહેલી અફવાઓને ફૂંકી મારી હતી. વળી આજે AIMIM નાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ પણ કોરોનાની વેક્સિનનો પ્રથણ ડોઝ લીધો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ