Not Set/ SCનાં પૂર્વ ન્યાયાધિશ મારકંન્ડે કાત્ઝુએ લીધી ચુટકી, 23 મે નાં દિવસે ઘણાનાં મામા બદલાઇ જશે

SCનાં પૂર્વ ન્યાયાધિશ મારકંન્ડે કાત્ઝુ પોતાના બેબાક નિવેદનને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમા તેમણે રામ મંદિર પર ચાલી રહેલી રાજનીતિ પર પોતાનો વિચાર રજૂ કરતા કહ્યુ હતુ કે, ભગવાન રામ એક કાલ્પનિક પાત્ર હતા. આ વાતને ઘણો સમય થયો, ત્યારે હવે એકવાર ફરી તેમણે ટ્વીટર મારફતે લોકસભા […]

Top Stories India
24 6 e1538644898786 SCનાં પૂર્વ ન્યાયાધિશ મારકંન્ડે કાત્ઝુએ લીધી ચુટકી, 23 મે નાં દિવસે ઘણાનાં મામા બદલાઇ જશે

SCનાં પૂર્વ ન્યાયાધિશ મારકંન્ડે કાત્ઝુ પોતાના બેબાક નિવેદનને લઇને ઘણીવાર ચર્ચામાં રહે છે. તેમનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો જેમા તેમણે રામ મંદિર પર ચાલી રહેલી રાજનીતિ પર પોતાનો વિચાર રજૂ કરતા કહ્યુ હતુ કે, ભગવાન રામ એક કાલ્પનિક પાત્ર હતા. આ વાતને ઘણો સમય થયો, ત્યારે હવે એકવાર ફરી તેમણે ટ્વીટર મારફતે લોકસભા ચુંટણીને લઇને જનતા સમક્ષ પોતાનો વિચાર રજૂ કર્યો છે. તેમણે ટ્વીટમાં લખેલા લખાણનું શીર્ષક પણ આપ્યુ છે. તેમણે લખ્યુ કે, 23 મે નાં દિવસે ઘણાનાં મામા બદલાઇ જશે.

સુપ્રિમ કોર્ટનાં પૂર્વ ન્યાયાધિશ મારકંન્ડે કાત્ઝુ સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. લોકસભા ચુંટણી દરમિયાન પણ કાત્ઝુ રાજનીતિક પાર્ટીઓ પર ચુટકી લેવામાં આગળ રહ્યા છે. લોકસભાની ચુંટણીનાં છેલ્લા ચરણનું મતદાન હજુ બાકી છે. ત્યારે શું પરીણામ આવશે તેની જનતા પણ ઉત્સુક્તાથી રાહ જઇ રહી છે. હાલમાં ચાલી રહેલા રાજનીતિક તુ તુ મે મે પર જનતા પોતાની ઇચ્છા આ 23 મે નાં રોજ દર્શાવશે. પરંતુ તે પહેલા પૂર્વ ન્યાયાધિશ મારકંન્ડે કાત્ઝુએ રાજનીતિક પાર્ટીઓ પર તંજ કસતા ટ્વીટર પર એક પોસ્ટ લખી છે. તેમા તેમણે જે વાર્તા લખી છે તે રાજનેતાઓ તથા સમર્થકો પર ફીટ બેસે છે. તેમણે આ વાર્તાનું શીર્ષક પણ આપ્યુ છે, જેમા લખ્યુ કે, 23 મે નાં દિવસે ઘણાનાં મામા બદલાઇ જશે.

શીર્ષક મુજબ તેમનું લખાણ રાજનીતિથી જોડાયેલુ છે. તેમણે લખ્યુ કે, એક ગામમાં એક ઠીંગણો(વામન) રહેતો હતો. એક વખત તે ગામમાં કુસ્તી થઇ. વામન પણ તેને જોવા માંગતો હતો, પણ અખાડાની આસપાસ ભીડ હતી. વામને કુસ્તી જોવા માટે ચીસો પાડી, “મામાએ પટકી દિધો, મામાએ પટકી દિધો.” તે સમયે કુસ્તીબાજએ બીજા કુસ્તીબાજને પટકી દીધો હતો અને તેના પર ચઢી ગયો હતો. ભીડનાં લોકોએ વિચાર્યું કે પહેલો કુસ્તી કરનાર વામનનો મામા છે, અને કુસ્તી જોવા માટે તેના આગળ લાવ્યા. દરમિયાન, બીજા કુસ્તીબાજ, જે નીચે પટકાયો હતો, તેણે એક દાવ લગાવ્યો, જેથી પ્રથમ કુસ્તીબાજ પટકી ગયો, અને બીજો તેની ઉપર ચઢી ગયો. આ જોયા બાદ વામનને ચીસો પાડી કે, “તે જ છે મારા મામા, આ જ છે મારા મામા! 23 મે બાદ ઘણા લોકોનાં મામા બદલાઈ જશે. હરિ ઓમ.”