ચીમકી/ ગોંડલના પૂર્વ ધારાસભ્યની સિંહગર્જના : ઓક્સિજન અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપો નહીં તો કલેકટર કચેરી સામે આમરણાંત આંદોલન

કોરોનાની મહામારીમાં ગોંડલ સહિત જિલ્લામાં ઓક્સિજનની ઘટ અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછતના કારણે દર્દીઓના જીવ તાળવે ચોટી રહ્યા છે. જિલ્લા તંત્રની બેજવાબદાર વ્યવસ્થાના કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. જો 24

Gujarat
jayraj ગોંડલના પૂર્વ ધારાસભ્યની સિંહગર્જના : ઓક્સિજન અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપો નહીં તો કલેકટર કચેરી સામે આમરણાંત આંદોલન

ઓક્સિજનના નોડલ ઓફિસર અધિક કલેકટર જે.કે.પટેલ નું ગોંડલ સાથે ઓરમાયું વર્તન નો આક્ષેપ

વિશ્વાસ ભોજાણી – ગોંડલ,મંતવ્ય ન્યૂઝ

કોરોનાની મહામારીમાં ગોંડલ સહિત જિલ્લામાં ઓક્સિજનની ઘટ અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછતના કારણે દર્દીઓના જીવ તાળવે ચોટી રહ્યા છે. જિલ્લા તંત્રની બેજવાબદાર વ્યવસ્થાના કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. જો 24 કલાકમાં યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રાજકોટ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

jayraj2 ગોંડલના પૂર્વ ધારાસભ્યની સિંહગર્જના : ઓક્સિજન અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપો નહીં તો કલેકટર કચેરી સામે આમરણાંત આંદોલન

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ગર્ભિત ચીમકી આપી છે કે રાજ્યની સંવેદનશીલ સરકાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કામો છેવાડાના દર્દી સુધી પહોંચી રહ્યા નથી જેનું મુખ્ય કારણ માત્ર અને માત્ર  જિલ્લા વહીવટીતંત્રની બેજવાબદાર વ્યવસ્થા છે.અધિકારીઓ સરકાર ને ગણકારતાં નથી. ઓક્સિજન નોડલ ઓફિસર અધિક કલેકટર જે.કે.પટેલ ને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ પૂરતો ઓક્સિજનનો જથ્થો આપવામાં આવી રહ્યો નથી, અને પોતાની અણ આવડત છુપાવવા માટે ગોંડલના ભાજપના કાર્યકર્તાઓ ને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે.જે.કે.પટેલ ને બે વખત મોબાઈલ કોલ કરવામાં આવ્યા હતા. તેઓએ જયરાજસિંહ જાડેજાનો મોબાઇલ નંબર બ્લેક લિસ્ટમાં મૂકી દીધો છે. વર્તમાન પરિસ્થિતિમાં તેઓની બેજવાબદારી અંગે જયરાજસિંહ જાડેજા દ્વારા  તપાસની માંગ કરવામાં આવશે.  આ અંગે રાજ્ય સરકારને પણ જાણ કરવામાં આવશે અધિક કલેકટર જે.કે.પટેલ ના કારણે સમગ્ર વહીવટીતંત્ર બદનામ થઈ રહ્યું છે તેવા આક્ષેપો કર્યા હતા.જયરાજસિંહ જાડેજા એ કોરોના પીડીતો માટે તંત્ર સામે આક્રમક લડત આપવાં એલાન કર્યું છે.

jayraj3 ગોંડલના પૂર્વ ધારાસભ્યની સિંહગર્જના : ઓક્સિજન અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપો નહીં તો કલેકટર કચેરી સામે આમરણાંત આંદોલન

પ્રેસ કોન્ફરન્સમાં હાજર પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક એ જણાવ્યું હતું કે માત્ર ગોંડલ શહેરમાં 348 બેડ છે, 741 ઓક્સિજન સિલેન્ડર અને 350 રેમડેસીવીર ઇન્જેક્શન ની જરૂરત છે જેની સામે જિલ્લા તંત્ર માત્ર 20 થી 40 ટકા જ જથ્થો ફાળવી રહ્યું છે. સમગ્ર પોરબંદર લોકસભા વિસ્તાર ની પરિસ્થિતિ પણ આવી જ છે. પોરબંદર લોકસભા ના તમામ વિધાનસભા વિસ્તારમાં જરૂરિયાત મુજબનો જથ્થો ફાળવવામાં આવે તેવી સરકાર સામે ઉગ્ર માંગ કરી છે. આમ ભાજપ નાં જ સાંસદ અને પુવઁ ધારાસભ્ય એ સરકરી તંત્રની પોલ ખોલી આડે હાથ લીધાં હોય તંત્ર ની પોકળતા છતી થવાં પામી છે.

Untitled 44 ગોંડલના પૂર્વ ધારાસભ્યની સિંહગર્જના : ઓક્સિજન અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો આપો નહીં તો કલેકટર કચેરી સામે આમરણાંત આંદોલન