Not Set/ આ ધારાસભ્ય ડ્રાઇવર નહિ મળતા કોરોના દર્દીઓને જાતે જ એમ્બ્યુલન્સ ચલાવી કોવિડ સેન્ટર લઈ ગયા

કોરોના ના નામથી ભલભલા લોકો દુર ભાગે છે ત્યારે કામરેજના પૂર્વ ધારાસભ્યએ  દિલેરી  દાખવી છે.  કોરોના દર્દીઓ ને ઘરેથી હોસ્પિટલ પહોંચાડવા અને સાજા થયેલા દર્દીને હોસ્પિટલથી ઘરે પહોંચાડવાની સેવા બજાવી રહ્યા છે. 

Gujarat Others Trending
mucormycosis 5 આ ધારાસભ્ય ડ્રાઇવર નહિ મળતા કોરોના દર્દીઓને જાતે જ એમ્બ્યુલન્સ ચલાવી કોવિડ સેન્ટર લઈ ગયા

કોરોના ના નામથી ભલભલા લોકો દુર ભાગે છે ત્યારે કામરેજના પૂર્વ ધારાસભ્યએ  દિલેરી  દાખવી છે.  કોરોના દર્દીઓ ને ઘરેથી હોસ્પિટલ પહોંચાડવા અને સાજા થયેલા દર્દીને હોસ્પિટલથી ઘરે પહોંચાડવાની સેવા બજાવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કામરેજના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયા એ થોડા દિવસો અગાઉ પોતાની ઈનોવા ગાડી ને એમ્બુલન્સમાં  ફેરવી હતી. અને એમ્બ્યુલન્સ કોરોના દર્દીઓની મફત સેવામાં અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રફુલ પાનસેરીયા  ભૂતકાળમાં ભાજપની ટિકિટ પર થી કામરેજ બેઠક જીત્યા હતા.  હાલમાં પૂર્વ ધારાસભ્ય કોરોના દર્દીઓની સેવા કરી માનવતા મહેકાવી રહ્યા છે.

કામરેજ ના પૂર્વ ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસૂરિયા માનવ સેવા નું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે , તેઓ એ જાતે એમ્બ્યુલન્સ ચલાવી કોરોના ના દર્દી ઓ ને કોવિડ સેન્ટર પોહચાડ્યા અને કોવિડ સેન્ટર થી સાજા થયેલા દર્દીઓ ને ઘરે પોહચાડ્યા હતા .

પ્રફુલભાઈ તેમના સૌમ્ય સ્વભાવ અને સેવાકીય પ્રવૃત્તિ માટે ખૂબ જાણીતા છે તેઓ ગત ટર્મ માં ભાજપ ની ટિકટ થી કામરેજ બેઠક થી ધારાસભ્ય ચૂંટાયા હતા . કામરેજ તાલુકામા તેમની છબી એક ઉદાર હૃદય ના નેતા તરીકે ની છે . ધારાસભ્ય ની ટર્મ પુરી થયા બાદ પણ તેમણે પક્ષ ની વફાદારી અને સેવાકીય પ્રવૃત્તિ છોડી નથી . હાલ માં જ કોરોના ને કારણે સુરત શહેરમાં એમ્બ્યુલન્સ ની અછત વર્તાઈ હતી અને ખાનગી એમ્બ્યુલન્સ વાળા યેનકેન પ્રકારે ભાડું વસુલતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી તેવા માં પ્રફુલભાઈ એ તેમની ઇનોવા કાર ને એમ્બ્યુલન્સ માં ફેરવી કોરોના ના દર્દીઓ માટે મફત સેવામાં અર્પણ કરી હતી . આજે તેઓ ડ્રાઇવર ની અછત પડતા કોવિડ ના દર્દીઓ ને જાતે કોવિડ સેન્ટર સુધી લઈ ગયા હતા અને ત્યાં થી સાજા થયેલા દર્દીઓ ને તેમના ઘરે પોહચાડ્યા હતા